- રેલવેના સિનિયર ઈજનેરના પત્નીનું હાર્ટ એટેકથી મોત
- કંચન સક્સેના ગરબા રમતા રમતા અચાનક ઢળી પડ્યા
- હોસ્પિટલ ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યા
હાલમાં રાજ્યમાં યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે છેલ્લા અમુક દિવસોમાં જે ઘટનાઓ બની છે. તેમાં મોટાભાગે ગરબા રમતા યુવાનો હાર્ટ એટેકનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે રાજકોટમાં પણ વધુ એક હાર્ટ એટેકથી મહિલાનું મોત થયુ હોવાનું સામે આવ્યુ છે.
રાજકોટમાં ગરબા રમતા રમતા પરણિત મહિલાનું હૃદય બેસી જવાની ઘટના સામે આવી હતી. જેમાં મોરબી રોડ ઉપર સરકારી કર્મચારી માટે ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રેલવેના સિનિયર ઇજનેરના પત્ની કંચનબેન સક્સેના ગરબા રમતા રમતા એકાએક ઢળી પડ્યા બાદ તેમનું મોત થયું હતું.
રાજકોટમાં દાંડિયા રમ્યા બાદ પરિણીતાનું હાર્ટ એટેકથી મોત થયુ છે. કંચન સક્સેના નામની 47 વર્ષીય મહિલાનું મોત નિપજ્યું છે. ગરબા રમ્યા બાદ અચાનક જ મહિલા ઢળી પડી હતી. જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાતા તબીબે મૃત જાહેર કરી હતી. તો મળતી માહિતી અનુસાર રેલવે વિભાગના સિનિયર અધિકારી રાજેશકુમાર સક્સેનાના પત્નીનું મૃત્યુ થયું છે.
સુરતમાં હાર્ટ એટેકથી બે લોકોના મોત
સુરતમાં હાર્ટ એટેકથી વધુ બે લોકોનાં મોતથી હડકંપ મચ્યો છે. જેમાં સચિન GIDCમાં 36 વર્ષીય મહિલાનું હાર્ટ એટેકથી મોત થયુ છે. કામરેજમાં 40 વર્ષીય સુશાંત નામના યુવકનું પણ મોત થયુ છે.અચાનક છાતીમાં દુઃખાવો થયા બાદ મોત નીપજ્યું હતું.
નવરાત્રિ દરમિયાન છેલ્લા 24 કલાકમાં ગરબે ઘૂમતા 4 લોકના મોત
કોરોનાકાળ બાદ સતત નાની વયે હાર્ટ એટેક અને હાર્ટ એટેકથી મોતની સંખ્યા વધી રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નાની વયે હાર્ટ એટેકથી જીવ ગુમારની સંખ્યા 11એ પહોંચી છે. નવરાત્રિ દરમિયાન છેલ્લા 24 કલાકમાં ગરબે ઘૂમતા 4 લોકના મોત થયા છે તો અન્ય 7 યુવકોના હાર્ટ એટેકથી મોત થયા છે. રાજ્યમાં નાની વયે હાર્ટ એટેકથી મોતની વધતી જતી સંખ્યાએ ચિંતા જગાડી છે.
હાથીજણમાં ગરબે ઘૂમતા યુવકનું હાર્ટ અટેકના કારણે મોત
અગાઉ અમદાવાદના હાથીજણમાં ગરબે ઘૂમતા યુવકનું હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યુ હતું. અમદાવાદમાં નાની વયે હાર્ટ અટેકથી વધુ એક યુવકે જીવ ગુમાવ્યો હતો. અમદાવાદના હાથીજણના પાર્ટી પ્લોટમાં રમતા 28 વર્ષિય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હતુ. યુવકને હોસ્પિટલ લઇ જાય તે પહેલા જ મોત થયું હતુ. યુવકને છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ તે ઢળી પડ્યો હતો. જેમાં યુવકને તાબડતોડ હોસ્પિટલમાં પહોંચાડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જો કે સારવાર મળે પહેલા જ તેમનું મોત થયું હતું