- પતિ-પત્ની અને વોનો કરૂણ અંજામ
- રાજકોટમાં અરેરાટી છૂટે તેવો બનાવ
- 3 લોકોની હત્યા કરી હોવાની પોલીસને આશંકા
રાજકોટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, અહીં આજી ચોકડી પાસે એક ટ્રકથી અથડાઈને એક્ટિવા સવાર 3 લોકોના મોત થયા છે. જો કે આ કોઈ અકસ્માત નહીં પરંતુ ટ્રિપલ મર્ડરનો બનાવ હોય તેવી આશંકા છે.
રાજકોટમાં શહેરના આજી ડેમ ચોકડી પાસે ટ્રકની અડફેટે એક્ટિવા સવાર ત્રણ લોકોના મોત થયા હોવાની ઘટના સામે આવી હતી. જોકે, અકસ્માતની ઘટના મામલે પોલીસને તપાસમાં દુર્ઘટના નહીં પરંતુ ત્રિપલ મર્ડર હોવાની શંકા છે. જેમાં યુવતીના પતિ પર જ પોતાની પત્ની, પત્નીના પ્રેમી અને પોતાના 10 વર્ષના બાળક ઉપર ટ્રક અથડાવી તેમનો ખેલ તમામ કરી દીધો હોવાની શંકા સેવાઈ રહી છે. આમ પોલીસ તપાસ પ્રમાણે હાલમાં આ ઘટના એક ટ્રિપલ મર્ડર હોવાની આશંકા છે.
સમગ્ર માહિતી પ્રમાણે રાજકોટના એક શખ્સની પત્નીને લગ્નેતર સંબંધો હતા. જેથી આ મામલે શખ્સને પોતાની પત્ની સાથે માથાકૂટ ચાલતી હતી, પરંતુ પત્ની માનતી નહોતી. જેથી આખરે આ શખ્સે જ હત્યા કરવાના ઈરાદે ટ્રક એક્ટિવા પર ચડાવી પોતાની પત્ની, બાળક અને પત્નીના પ્રેમી સહિત 3ની હત્યા કરાવી દીધી હોવાનું હાલ પોલીસ માની રહી છે. હાલ આ મામલે પોલીસ સ્ટાફે આરોપી પતિને સકંજામાં લઈ IPC 302 સહિતની કલમો હેઠળ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે અને આ મામલે વધુ તપાસ પણ ચાલુ કરી છે.
પ્રાથમિક માહિતી પ્રમાણે મૃતક યુવતી અને યુવક કેટરિંગનું કામ કરતા હોવાનું જાણવા મળતા પોલીસે પરિવારને જાણ કરવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે મોતને ભેટેલા બાળકની ઓળખ મેળવવા પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ગોઝારા અકસ્માતને પગલે આસપાસના વિસતારોમાં અરેરાટી ફેલાઈ છે.
રાજકોટમાં આજે એક ગોઝારો અકસ્માત થયો હતો. જેમાં આજી ડેમ ચોકડી નજીક ફાસ્ટ આવતા ટ્રકે એક એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી, જેમાં એક બાળક, એક યુવતી અને એક યુવક એમ કુલ 3ના મોત નિપજ્યાં હતા. બનાવની માહિતી મળતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને જેમાં બાળકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને બાકીના 2 નું હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત થયું હતું. આથી આ ત્રણેય મૃતદેહોને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.