- અમદાવાદ, સુરત, રાજકોટ, ભુજ, જૂનાગઢ, વડોદરા અને મહેસાણા સહિત સાત શહેરોમાં દરોડા
- SGST વિભાગ દ્વારા રૂપિયા ત્રણ કરોડની વસૂલાત કરાઈ
- ડિજિટલ ડેટા સહિત સંખ્યાબંધ વાંધાજનક ડોક્યુમેન્ટો જપ્ત કરાયા
સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગ દ્વારા અમદાવાદ, સુરત, રાજકોટ, ભુજ, જુનાગઢ, વડોદરા અને મહેસાણા સહિત 7 શહેરોમાં મોબાઈલ ફોનના 79 વેપારીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા અને રૂપિયા 22 કરોડની ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ ભોગવીને કચોરી કરવાના કૌભાંડનો પર્દાફશ કર્યો છે. અમદાવાદમાં 57 જેટલા મોબાઈલ ફોનના વેપારી ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. SGST વિભાગ દ્વારા રૂપિયા ત્રણ કરોડની વસૂલાત કરાઈ છે. તપાસમાં બિલ વગરના 500 થી વધુ જેટલા મોબાઈલ ફોન મળી આવતા જપ્ત કરવામાં આવ્યા છે. SGST વિભાગ દ્વારા ડિજિટલ ડેટા સહિત સંખ્યાબંધ વાંધાજનક ડોક્યુમેન્ટો જપ્ત કરાયા છે અને તેની ચકાસણી ચાલુ છે. તપાસને અંતે તેની રકમ વધે એવી શક્યતાઓ સેવાઈ રહી છે.
SGST વિભાગ દ્વારા દશેરા દિવાળીના તહેવાર પહેલાં જ અમદાવાદ સહિત રાજ્યના સાત શહેરોમાં મોબાઇલ વિક્રેતાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. દશેરા-દિવાળીના તહેવારોમાં શહેરીજનો દ્વારા મોબાઈલ ફોન, ટીવી વગેરે સહિત નવી નવી વસ્તુઓનું મોટા પ્રમાણમાં ખરીદી કરાતી હોય છે. અમદાવાદ સહિત રાજ્યમાં મોબાઇલના વેપારીઓ દ્વારા વિવિધ પ્રકારની મોડસ ઓપરેન્ડી અપનાવીને કરચોરી કરવામાં આવતી હોવાની મળેલી બાતમીના આધારે દરોડા પાડયા હતા. મોટાભાગના વેપારીઓ દ્વારા મોબાઈલ ફોનની ખરીદી ટેક્સ ઇન્વોઇસથી કરીને તેનું રોકડેથી બિલ વગર વેચાણ કરી દેવામાં આવતું હોવાનું જોવા મળ્યું હતું. આવા ફોનની ખરીદીની ખોટી રીતે ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવતી હોવાનું પણ જોવા મળ્યું હતું. તેમજ ગ્રે માર્કેટમાંથી બિલ વગર ખરીદેલા ફોનના મ્2મ્ વેચાણના ભરવાપાત્ર વેરા માટે કરવામાં આવતી હોવાનું જોવા મળ્યું છે.
આ પ્રકારે આયોજનબદ્ધ રીતે કરચોરી કરવામાં આવતી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. મોટાભાગના વેપારીઓ દ્વારા ખરીદ વેચાણ કરેલા મોબાઈલ ફોનની કંપની, મોડલ નંબર, મોબાઈલની કિંમત, IMEI નંબર સહિતનો કોઈપણ પ્રકારનો રેકર્ડ નિભાવવામાં આવ્યો નહોતો.