- અમદાવાદમાં મોડી રાત્રે લઘુતમ તાપમાન 23 ડિગ્રી
- બપોરે 36 ડિગ્રી તાપમાન નોંધાયું હતું
- 5 દિવસ બેવડી ઋતુ રહેવાનું અનુમાન
રાજ્યમાં બેવડી ઋતુની અસર જોવા મળી છે. જેમાં મોડી રાત્રે લઘુતમ તાપમાનનો પારો ગગળ્યો છે. અમદાવાદમાં મોડી રાત્રે લઘુતમ તાપમાન 23 ડિગ્રી છે. તેમજ અમદાવાદમાં બપોરે 36 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તથા હજૂ 5 દિવસ બેવડી ઋતુ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે.
રાજ્યમાં કમોસમી વરસાદની શકયતા નહીવત
રાજ્યમાં કમોસમી વરસાદની શકયતા નહીવત છે. સાથે જ અલ નીનોની અસરથી મોસમની પેટર્ન બદલાઈ શકે છે. આ વર્ષે શિયાળાનું પ્રમાણ ઓછુ રહેવાની શક્યતા છે. તેમજ ફેબ્રુઆરી માસથી જ ગરમીની શરુઆત થાય તેવી સંભાવના છે. આ વર્ષે કોલ્ડ વેવની શક્યતા પણ ઓછી રહેવાની સંભાવના છે. તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડી વહેલી શરુ થઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બરફવર્ષા પણ ઓછી થશે.
અલ નીનોની અસરના કારણે વરસાદ ઓછો પડ્યો
અલ નીનોની અસરના કારણે વરસાદ ઓછો પડ્યો હતો. જેમાં ઉત્તર ગોળાર્ઘમાં મે 2024 સુધી અલ નીનોની અસરની શકયતા છે. હવામાન વિભાગે રાજ્યના હવામાન અંગે આગાહી કરી છે. જેમાં તેઓએ જણાવ્યું કે, સમગ્ર રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યમાં આગામી પાંચથી સાત દિવસ સુધી વરસાદી કોઇ સિસ્ટમ સક્રીય નથી. પરંતુ બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં સામાન્ય વરસાદ પડી શકે છે. આ તરફ અમદાવાદનું વાતાવરણ ઘણું સારું રહેશે. જ્યાં વરસાદ પડવાની કોઇ સંભાવના નથી. રાજ્યમાં મહત્તમ તાપમાન 35થી 36 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. આ સાથે લઘુત્તમ તાપમાન આશરે 23થી 24 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના રહેશે.
જિલ્લામાં બેવડી ઋતુની અસર જોવા મળી
કચ્છમાં દિવસે તાપમાનનો આંક ઉંચકાવવાની સાથે રાત્રે આંશિક ઠંડકના કારણે બેવડી ઋતુ અનુભવાય છે. તે વચ્ચે ભુજ 38.5 ડિગ્રી તાપમાને રાજકોટ સાથે રાજ્યનું સૌથી ગરમ મથક બની રહ્યું હતું. કચ્છમાં ગરમીનો પારો ઉંચકાવાની સાથે જિલ્લામાં બેવડી ઋતુની અસર જોવા મળી છે.