- અમદાવાદ શહેરમાં GSTની કાર્યવાહી
- મોબાઈલના બિલ વગર થતા વેચાણ પર GSTની લગામ
- GSTએ રૂપિયા 22 કરોડની દાણચોરી ઝડપી
રાજ્યમાં GST વિભાગની મોટી કાર્યવાહી સામે આવી છે. જેમાં અમદાવાદ શહેરમાં GSTની કાર્યવાહી થઇ છે. તેમાં મોબાઈલ વિક્રેતાને ત્યાં કરોડોની કરચોરી ઝડપાઇ છે. મોબાઈલના બિલ વગર થતા વેચાણ પર GSTની લગામ આવી છે. જેમાં GSTએ રૂપિયા 22 કરોડની દાણચોરી ઝડપી છે.
બિલ વગરના 500 મોબાઈલ GST વિભાગે જપ્ત કર્યા
બિલ વગરના 500 મોબાઈલ GST વિભાગે જપ્ત કર્યા છે. જેમાં અમદાવાદ સહિત 57 સ્થળ પર GST વિભાગની કાર્યવાહી થઇ છે. અમદાવાદના 79 સ્થળો પર GST વિભાગની કાર્યવાહી થઇ છે. સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગ દ્વારા અમદાવાદ, સુરત, રાજકોટ, ભુજ, જુનાગઢ, વડોદરા અને મહેસાણા સહિત 7 શહેરોમાં મોબાઈલ ફોનના 79 વેપારીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા અને રૂપિયા 22 કરોડની ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ ભોગવીને કચોરી કરવાના કૌભાંડનો પર્દાફશ કર્યો છે.
અમદાવાદમાં 57 જેટલા મોબાઈલ ફોનના વેપારી ઉપર દરોડા
અમદાવાદમાં 57 જેટલા મોબાઈલ ફોનના વેપારી ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. SGST વિભાગ દ્વારા રૂપિયા ત્રણ કરોડની વસૂલાત કરાઈ છે. તપાસમાં બિલ વગરના 500 થી વધુ જેટલા મોબાઈલ ફોન મળી આવતા જપ્ત કરવામાં આવ્યા છે. SGST વિભાગ દ્વારા ડિજિટલ ડેટા સહિત સંખ્યાબંધ વાંધાજનક ડોક્યુમેન્ટો જપ્ત કરાયા છે અને તેની ચકાસણી ચાલુ છે. તપાસને અંતે તેની રકમ વધે એવી શક્યતાઓ સેવાઈ રહી છે.
વિવિધ પ્રકારની મોડસ ઓપરેન્ડી અપનાવીને કરચોરી
SGST વિભાગ દ્વારા દશેરા દિવાળીના તહેવાર પહેલાં જ અમદાવાદ સહિત રાજ્યના સાત શહેરોમાં મોબાઇલ વિક્રેતાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. દશેરા-દિવાળીના તહેવારોમાં શહેરીજનો દ્વારા મોબાઈલ ફોન, ટીવી વગેરે સહિત નવી નવી વસ્તુઓનું મોટા પ્રમાણમાં ખરીદી કરાતી હોય છે. અમદાવાદ સહિત રાજ્યમાં મોબાઇલના વેપારીઓ દ્વારા વિવિધ પ્રકારની મોડસ ઓપરેન્ડી અપનાવીને કરચોરી કરવામાં આવતી હોવાની મળેલી બાતમીના આધારે દરોડા પાડયા હતા.