- ઉધનામાં અંબા નગરમાં રહે છે પરિવાર
- 13 વર્ષીય આદિત્ય સાઉકે મૂળ નેપાળનો વતની
- ઓક્ટોબર માસમાં ડેન્ગ્યુથી મૃત્યુઆંક 5 થયો
સુરતમાં રોગચાળાથી વધુ એકનું મોત થયુ છે. જેમાં ધોરણ 7ની વિદ્યાર્થીનું ડેન્ગ્યુથી મોત થયુ છે. તેમાં ઉધનામાં અંબા નગરમાં પરિવાર રહે છે. તેમજ 13 વર્ષીય આદિત્ય સાઉકે મૂળ નેપાળનો વતની છે. તથા ઓક્ટોબર માસમાં ડેન્ગ્યુથી મૃત્યુઆંક 5 થયો છે.
વિદ્યાર્થી ઉધનામાં આવેલી વિદ્યાભારતી શાળામાં અભ્યાસ કરતો
વિદ્યાર્થી ઉધનામાં આવેલી વિદ્યાભારતી શાળામાં અભ્યાસ કરતો હતો. તથા આદિત્ય છેલ્લા આઠ દિવસથી ડેન્ગ્યુમાં સપડ્યો હતો. ચોમાસું પુરું થયા બાદ ફરી એકવાર ગરમીએ ઉપાડો લીધો છે. સુરતનું તાપમાન 35 ડિગ્રીને વટાવી ગયું છે. વહેલી સવારે થોડી ઠંડક રહે છે ત્યાર બાદ તોબા પોકારી દેતી ગરમી પડી રહી છે. આકરી ગરમીના લીધે રાત્રે ઉંઘવું પણ મુશ્કેલ બની રહ્યું છે ત્યાં બીજી તરફ મચ્છરના ઉપદ્રવના લીધે શહેરીજનો હેરાન પરેશાન થઈ ગયા છે.
મચ્છરજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ, મેલેરિયાના કેસો પણ શહેરમાં ચિંતાજનક હદે વધ્યા
મચ્છરજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ, મેલેરિયાના કેસો પણ શહેરમાં ચિંતાજનક હદે વધ્યા છે. મચ્છરોનો ત્રાસ વધતા સુરત મનપાએ ઝુંબેશ ઉપાડી મચ્છરોના બ્રિડિંગનો નાશ કરવાની કામગીરી ઉપાડી હતી, તે અંતર્ગત મોટા વરાછાના કમર્શિયલ કોમ્પલેક્સ અને રેસીડેનિશિયલ એપાર્ટમેન્ટ, સોસાયટી મળી કુલ 29 ઠેકાણે તપાસ કરી મચ્છરોના બ્રિડિંગનો નાશ કરવા સાથે કસૂરવારો પાસેથી દંડની વસૂલાત કરી છે. તેમ છતાં શહેરમાં રોગચાળો વધ્યો છે.
બ્રિડીંગનો સ્થળ ઉપર નાશ કરાવવાની કામગીરી કરાવવામાં આવી
અગાઉ 85 બાંધકામ સાઈટ પર મચ્છરના બ્રિડીંગ મળી આવ્યા હતા. તેથી પાલિકા દ્વારા આઇ.ટી.પાર્ક, રિયો બિઝનેસ હબ, નિલગીરી હાઇટસ, વરદાન હાઇટસ, સાજન બંગ્લોઝ, એસ.એમ.સી આરોગ્ય કેન્દ્ર (બાંધકામ)વોર્ડ-બી., પ્રિયંક એવન્યુ, એસ.એમ.સી શોપીંગ(બાંધકામ), રંગીલા પાર્ક, અવધ પલ્સબેરી, ધારા હોમ્સ તથાસુમેરુ સીટી મોલ બાંધકામ ખાતેથી કુલ 1,82,500 જેટલો વહિવટી પરચુરણ ખર્ચની વસુલાત કરવામાં આવી છે. તેમજ બ્રિડીંગનો સ્થળ ઉપર નાશ કરાવવાની કામગીરી કરાવવામાં આવી હતી.