- છાતીના ભાગે દુખાવો થતા અચાનક ઢળી પડ્યો
- યુવાનને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો
- ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો
સાબરકાંઠામાં હાર્ટ એટેકથી વધુ એક યુવાનનું મોત થયુ છે. જેમાં 42 વર્ષીય ભરત પટેલનું હાર્ટએટેકથી મોત થયુ છે. છાતીના ભાગે દુખાવો થતા અચાનક ઢળી પડ્યા હતા. તેમજ યુવાનને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો. તેમજ ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો.
નાની ઉંમરમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવ્યા
42 વર્ષીય ભરતભાઈ પટેલ ઇડર તાલુકાના સાબલવાડ કંપાના રહેવાસી હતા. છાતીના ભાગે રાત્રિ દરમ્યાન અસહ્ય દુખાવો થતાં અચાનક ઢળી પડ્યા હતા. તેથી ખાનગી ફિજીશિયન તબીબને સારવાર અર્થે લઈ ગયા હતા. ત્યારે હાજર તબીબ દ્વારા તેમનું મૃત્યુ થયાના સમાચાર આપતા પરિવારના માથે આભ તુટી પડ્યું છે. હવે જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પણ નાની ઉંમરમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવ્યા છે. એક સપ્તાહમાં હાર્ટ એટેકનો બીજો બનાવ છે.
હાર્ટ એટેક આવવાના કિસ્સોઓ બનવાના કારણે લોકોમાં ચિંતાનો માહોલ
હાર્ટ એટેક આવવાના કિસ્સોઓ બનવાના કારણે લોકોમાં ચિંતાનો માહોલ છે. ગુજરાતમાં 24 કલાકના ગાળામાં નવરાત્રિની ઉજવણી દરમિયાન ગરબા કરતી વખતે મૃત્યુ પામેલા ઓછામાં ઓછા 10 લોકોનો સમાવેશ થાય છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોમાં આવી ઘટનાઓ નોંધાઈ છે, જેમાં ડભોઈ, વડોદરાના 13 વર્ષના છોકરાને હાર્ટ એટેક આવ્યો હતો અને તેનું મૃત્યુ થયું હતું. અન્ય જાનહાનિમાં અમદાવાદના 28 વર્ષીય રવિ પંચાલનો સમાવેશ થાય છે, જેઓ ગરબા રમતી વખતે અચાનક પડી ગયા હતા અને શુક્રવારે રાત્રે મૃત્યુ પામ્યા હતા, અને 55 વર્ષીય શંકર રાણા, જે વડોદરામાં ગરબા કરતી વખતે પડી ગયા હતા અને મૃત્યુ પામ્યા હતા.
બિલ્ડર જયેશ ઝાલાવડિયા ઘરે અચાનક બેભાન થતા પડી ગયા હતા
રાજકોટ શહેરમાં પોપટરા મધ્યસ્થ જેલમાં ચાલુ ફરજ દરમિયાન અચાનક હ્રદયરોગનો હુમલો આવતા સવાઈસિંહ હાલાજી નામના જવાનનું મૃત્યુ થયું હતું. આ ઉપરાંત શહેરના રૈયા રોડ પર આવેલા અમૃતા પાર્ક સોસાયટીમાં રહેતા બિલ્ડર જયેશ ઝાલાવડિયા ઘરે અચાનક બેભાન થતા પડી ગયા હતા જેને હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા.