- અમરોલી સ્થિત કોસાડ આવાસમાં ઘટના બની
- ગરબાના કારણે આવાસમાં રસ્તો બંધ હતો
- બંધ રસ્તેથી પસાર થવા માટે માથાભારે યુવાને માથાકૂટ કરી
સુરતના આવાસમાં ડબલ મર્ડરની ઘટના બની છે. જેમાં પાર્કિંગ બાબતે ઝઘડામાં બે યુવકની હત્યા થઇ છે. તેમાં મૃતક બંને સગા ભાઈ હોવાની વાત સામે આવી છે. અમરોલી સ્થિત કોસાડ આવાસમાં આ ઘટના બની છે. જેમાં ગરબા રમવા બંને ભાઈ ગયા હતા. ત્યારે આ ઘટના બની હતી.
ગરબાની બાબતમાં ઝઘડો થતાં બે સગા ભાઈઓની હત્યા
અમરોલી વિસ્તારના કોસાડ આવાસમાં ગરબાની બાબતમાં ઝઘડો થતાં બે સગા ભાઈઓની હત્યા થઇ છે. ગરબાના કારણે આવાસમાં રસ્તો બંધ હતો, આ રસ્તા ઉપરથી પસાર થવા માટે ઝઘડો થયો હતો. અમરોલી વિસ્તારમાં આવેલ કોસાડ આવાસના એચ બિલ્ડિંગમાં ગત રાત્રે ગરબા રમતા હોવાથી રસ્તો બંધ હતો. આ બંધ રસ્તે થી જ પસાર થવા માટે માથાભારે યુવાનો અને એચ બિલ્ડિંગમાં બે રહેતા સગા ભાઈઓ વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં વાતનું વધતેસર થતાં માથાભારે યુવાનોએ બે સગા ભાઈઓને પેટ અને પેટમાં ભાગે ચાકુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા.
બે સગા ભાઈઓની હત્યા થતા શોકનું વાતાવરણ ફેલાઈ ગયું
અમરોલી પોલીસના જણાવ્યા મુજબ સ્થાનિક કોસાડ આવાસમાં ગત રાત્રે એચ બિલ્ડીંગ પાસે નવરાત્રિના ગરબા ચાલી રહ્યા હતા. જેથી રસ્તો બંધ કરાયો હતો, બીજી તરફ આ રસ્તે ઉપરથી પસાર થવા માટે દીપક અને બબલુ નામના બે યુવાનોએ રસ્તો ખોલીને આ રસ્તેથી જ પસાર થવા માટે જીદ કરી હતી. જે અંગે પ્રવીણ અને રાહુલ નામના બે ભાઈઓએ માથાભારે યુવાનોને ના પાડી હતી. જેની અદાવત રાખીને રાત્રે મધરાત્રે ઉશકેરાયેલા દીપક બબલુ અને અજજુ નામના યુવાનો એ બંને ભાઈઓને પેટ અને પેટના ભાગે ચાકુના કામ મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. મૃતક યુવાન રાહુલ પરણીત જ છે જેને એક વર્ષનો દીકરો પણ છે. તેમજ હત્યાનો ભોગ બનેલ રાહુલ તેના પિતા સુખલાલ પીપળે સાથે મોચી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો હતો. જ્યારે મૃતક અન્ય ભાઇ પ્રવીણ હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે કામ કરતો હોવાનું જાણવા મળે છે. મહારાષ્ટ્રના છીદખેડાના વતની પીપળે પરિવારના બે સગા ભાઈઓની હત્યા થતા શોકનું વાતાવરણ ફેલાઈ ગયું હતું.