- 8 દિવસમાં છાતીમાં દુખાવાના 673 કોલ આવ્યા
- 48 કલાકમાં હાર્ટએટેકથી 15 લોકોના મોત થયા
- આઠમા નોરતે 82 કાર્ડિયાક સંબંધિત કોલ મળ્યા
રાજ્યમાં હાર્ટ એટેકની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે નવરાત્રી દરમિયાન પણ છેલ્લા 8 દિવસમાં 108 ઈમરજન્સી સેવાઓ પર સતત કોલ આવવાનું ચાલું રહ્યું હતું. જેમાં 8 દિવસમાં 673 ઈમરજન્સી કોલ આવ્યા હતા, જેમાં છાતીમાં દુખાવાની ફરિયાદ કરાઈ હતી. આ દરમિયાન આઠમા નોરતે અમદાવાદમાં છાતીમાં દુખાવાની સૌથી વધુ 30 ફરિયાદ કરવામાં આવી હતી.
ગુજરાતમાં નવરાત્રીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે. આ દરમિયાન રાજ્યમાં નવરાત્રીમાં અત્યાર સુધી 473 લોકોને હાર્ટ એટેક સંબંધિત ફરિયાદ મળી છે. પહેલા નોરતાથી આઠમા નોરતા દરમિયાન સાંજના 6 થી રાત્રિના 2 વાગ્યા સુધી 108ને 473 કાર્ડિયાક સંબંધિત કોલ મળ્યા છે.
છેલ્લા 8 નોરતામાં સૌથી વધુ કોલ
વાત જો પ્રથમ નોરતે 73, બીજા નોરતે 92, ત્રીજા નોરતે 69 કાર્ડિયાક સંબંધિત કોલ 108ને મળ્યા છે. ચોથા નોરતે 109, પાંચમા નોરતે 102, છઠ્ઠા નોરતે 76 કાર્ડિયાક સંબંધિત કોલ 108ને મળ્યા હતા. સાતમા નોરતે 70 અને આઠમા નોરતે 82 કાર્ડિયાક સંબંધિત કોલ 108ને મળ્યા હતા. નવરાત્રિ દરમિયાન 108ને રાજ્ય ભરમાંથી રોજ સરેરાશ 84 કાર્ડિયાક સંબંધિત કોલ મળ્યા છે.
તમામ જિલ્લામાં છાતીમાં દુખાવાની ફરિયાદમાં મુખ્ય શહેર અને જિલ્લામાં ફરિયાદનું પ્રમાણ અમદાવાદમાં સૌથી વધુ રહ્યું હતું અને આઠમા નોરતે 22 ઓક્ટોબરે છાતીમાં દુખાવાની 30 ફરિયાદ કરવામાં આવી હતી. તો ચોથા નોરતે રાજકોટ અને સુરતમાં 11-11 રહી હતી. પાંચમા નોરતે રાજકોટથી છાતીમાં દુખાવાને લગતી ફરિયાદના 10 કોલ કરાયા હતા.
નવરાત્રી દરમિયાન આઠ દિવસમાં છાતીમાં દુખાવાની એવરેજ 21 ફરિયાદ 108માં નોંધાઈ હતી, જે સામાન્ય દિવસો દરમિયાન 27 રહેતી હોય છે. આઠમા નોરતે જ એવરેજ કરતાં વધારે ફરિયાદ અમદાવાદમાં નોંધાઈ હતી, જેમાં 30 કોલ કરવામાં આવ્યા હતા. છેલ્લા 8 દિવસના કોલની વિગત જોઈએ તો અમદાવાદમાં 15મીએ 21, 16મીએ 25, 17મીએ 19, 18મીએ 22, 19મીએ 23, 20મીએ 19, 21મીએ 10 અને 18મીએ 30 છાતીમાં દુખાવાની ફરિયાદ કરવામાં આવી હતી.
આ તરફ રાજ્યમાં છેલ્લા 48 કલાકમાં હાર્ટએટેકથી 15 લોકોના મોત થયો હોવાની વિગતો સામે આવી છે. જેના પગલે સરકારે બેઠકો શરૂ કરી છે. જેમાં આરોગ્ય મંત્રીએ વરિષ્ઠ અધિકારીઓ અને ડૉકટરો સાથે બેઠક યોજી છે. જેમાં ટીમ સાથે ચર્ચા કરવામાં આવી છે.