- રાકેશ ફટાકડાની ઓફિસ પર GST વિભાગના દરોડા
- સાવલીમાં અલગ અલગ ગોડાઉનમાં સર્ચ હાથ ધર્યું
- રાકેશ ક્રેકર્સ ગુજરાતના નામાંકિત ફટાકડાના વેપારી
દિવાળી પહેલાં ફરી એકવાર GST વિભાગ સક્રિય થયું છે. જેમાં વડોદરા સાવલીમાં જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં સાવલી ખાતે આવેલ રાકેશ ફટાકડાની ઓફિસ પર જી એસ ટી વિભાગ ના દરોડા પાડ્યા છે. નોંધનીય છેકે રાકેશ ક્રેકર્સ ગુજરાતના નામાંકિત ફટાકડાના વેપારીઓમાં સ્થાન ધરાવે છે.
આ અંગેની માહિતી અનુસાર, જીએસટી વિભાગની ટીમ દ્વારા હાલ રાકેશ ફટાકડાની ઓફિસ તેમજ સાવલી ખાતે આવેલ અલગ અલગ ગોડાઉનમાં સર્ચ ઓપરશેન હાથ ધર્યું છે. જેમાં દરોડા દરમ્યાન ઓફિસના કર્મચારીઓમાં નાશ ભાગના દ્રશ્યો પણ સર્જાયા હતા.
નોંધનીય છેકે, રાકેશ ક્રેકર્સ ગુજરાતના નામાંકિત ફટાકડાના વેપારી છે. જેનો સૌથી વધુ વેપાર હોવાની પણ ચર્ચા છે. ત્યારે GST વિભાગની કાર્યવાહીથી મોટી કરચોરી હાથ લાગવાના સંકેતો પણ મળી રહ્યા છે. હાલ જી એસ ટી વિભાગની સર્ચ કાર્યવાહી ચાલુ છે અને તેના કારણે અન્ય વેપારીઓમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે.
ગુજરાત સ્ટેટ જીએસટી અધિકારીઓએ અમદાવાદના 57 સહિત રાજ્યભરમાં 79 મોબાઈલ ફોન શોપ માલિકો પર દરોડા પાડીને તેમના દ્વારા કરવામાં આવેલી જીએસટી ચોરી શોધી કાઢી છે. મોબાઈલ ફોન શોપના સંચાલકો કોઈપણ બિલ વગર જ રોકડ પર મોબાઇલ વેચીને કરોડો રૂપિયાની જીએસટી ચોરી કરી રહ્યા હતા.