- માણસા, કલોલ અને સાણંદમાં કાર્યક્રમમાં આપશે હાજરી
- માણસામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું લોકાર્પણ કરશે
- કલોલમાં IFFCOના DAP પ્લાન્ટનું કરશે લોકાર્પણ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતમાં છે. જેમાં વિવિધ કાર્યક્રમોમાં અમિત શાહ હાજરી આપશે. તેમજ માણસા, કલોલ અને સાણંદમાં કાર્યક્રમમાં પણ હાજરી આપશે. તથા માણસામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું લોકાર્પણ કરશે. તથા કલોલમાં IFFCOના DAP પ્લાન્ટનું લોકાર્પણ કરશે.
સાણંદમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
સાણંદમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં કાર્યક્રમની વિગત જોઇએ તો બપોરે 12.00 માણસામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું ખાત મુહુર્ત કરશે. તથા બપોરે 2.00 કલાકે, કલોલમાં IFFCO ના DAP પ્લાન્ટનું લોકાર્પણ કરશે. તેમજ સાંજે 4.30 કલાકે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાણંદ જીઆઇડીસી ખાતે વિકાસ કાર્યોની ભેટ આપશે.
કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાત મુલાકાતે
કેન્દ્રીય ગૃહમંત્રી ફરી એક વખત ગુજરાત મુલાકાતે આવ્યા છે. આજે અમિત શાહ ઈફ્કો દ્વારા ગુજરાતમાં તૈયાર કરવામાં આવેલ નેનો ડેપ લિક્વિડ પ્લાન્ટનું લોકાર્પણ કરશે. ત્યારે આ લોકાર્પણ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહેવાનું જાણવા મળી રહ્યું છે. અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાત મુલાકાતે હતા. તે દરમ્યાન અમિત શાહની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મંત્રી નિવાસમાં ભાજપનાં ટોચનાં નેતાઓની બેઠક મળી હતી.