- આઉટડોર-ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલ બનાવાશે
- 400 મીટરનો એથ્લેટિક ટ્રેક તૈયાર કરાશે
- ગ્રાસી ફૂટબોલ ગ્રાઉન્ડ બનાવાશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. જેમાં આજે માણસામાં અમિત શાહના હસ્તે સ્પોર્ટસ સંકુલનું ભૂમિપૂજન થયુ છે. તેમાં અધત્તન સુવિધા ધરાવતું સ્પોર્ટસ સંકુલ બનાવાશે. આઉટડોર-ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલ બનાવાશે. તથા 400 મીટરનો એથ્લેટિક ટ્રેક તૈયાર કરાશે.
અમિત શાહના હસ્તે સ્પોર્ટસ સંકુલનું ભૂમિપૂજન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ માણસાના પ્રવાસે છે. જેમાં અમિત શાહના હસ્તે સ્પોર્ટસ સંકુલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. ગ્રાસી ફૂટબોલ ગ્રાઉન્ડ બનાવાશે. તથા 2 ટેનિસ કોર્ટ, 2 વોલિબોલ કોર્ટનું નિર્માણ કરાશે. તથા 2 બાસ્કેટબોલ કોર્ટ, 2 કબડ્ડી ગ્રાઉન્ડનું નિર્માણ સાથે ખો – ખો ગ્રાઉન્ડનું નિર્માણ કરાશે. તેમજ સાણંદમાં કેન્દ્રીય અમિત શાહના હસ્તે લોકાર્પણ થશે. તેમાં રૂ.69 કરોડના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ થશે. તથા મીની ITI, શ્રમ નિકેતન સહિતનું ખાતમુહૂર્ત થશે.
શ્રમનિકેતન સહીત કામોનું રૂ.71 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત
કાર્યક્રમ સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. જેમાં સાણંદ GIDC માં આજે અમિતભાઈ શાહના હસ્તે ખાતમુર્હુત અને વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કરાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના આગમનને લઈને તંત્રએ કાર્યક્રમને આખરી ઓપ આપ્યો છે. સાણંદ તાલુકામાં રૂ.69 કરોડના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કરશે. સાણંદ તાલુકામાં મીની ITI, શ્રમનિકેતન સહીત કામોનું રૂ.71 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત થશે.