- જન્મથી બધિર 4 વર્ષનો બાળક સાંભળતો થયો
- રાંદેર પોલીસના પ્રયાસથી વિના મૂલ્યે સારવાર થઇ
- DCP ક્રાઈમ રૂપલ સોલંકીએ રાખી હતી નજર
સુરત પોલીસે અનોખી પહેલ કરી હતી. જેમાં બાળકના ચહેરા પર મુસ્કાન લાવવાનું કામ સુરત શહેર પોલીસે કરી બતાવ્યું છે. સુરતના રાંદેર વિસ્તારમાં રહેતો 3 વર્ષનો રાજવીરની સિટીલાઇટની હોસ્પિટલમાં ઈમ્પ્લાન્ટેશનની જટિલ સર્જરી કરવામાં આવી છે. હાલમાં બાળકની તબિયત સારી છે અને ઓપરેશન પણ સફળ થયું છે.
આ અંગેની માહિતી અનુસાર, રાંદેરમાં 3 વર્ષનો રાજવીર બન્ને કાને સાંભળી શકતો ન હતો. વળી તેની કમનસીબી પણ એવી કે તે જન્મથી કાનથી સાંભળી શકતો ન હતો. બીજી તરફ માતા-પિતાએ ચાર-ચાર બાળકોનું ભરણપોષણ કરવાનું હોય છે. તેમની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેઓ પણ રાજવીરની સારવાર પાછળ ખર્ચ કરી શકે તેવી સ્થિતિમાં ન હતા.
3 વર્ષથી અવાજ ન સાંભળતા બાળકને જ્યારે માતાએ બોલાવ્યો ત્યારે તેની પ્રતિક્રિયા જોઈને પરિવારમાં આનંદની લાગણી છવાય ગઇ હતી. જેની સાથે જ પરિવારે રાહતનો શ્વાસ લીધો છે. આવા સમયે ક્રાઇમબ્રાંચના મહિલા ડીસીપી રૂપલ સોલંકીના એક મેસેજથી રાંદેરના 3 વર્ષના રાજવીરની સારવાર કરાવવાનો વિચાર પોલીસને આવ્યો હતો
બાળકનો બે કાનની સારવાર કરવાનો ખર્ચ 18 લાખ રૂપિયાનો હતો. મહિલા ડીસીપીએ મુંબઈના એક એનજીઓ મારફતે બાળકની ટ્રીટમેન્ટ સુરતમાં કરાવવાનું નક્કી કર્યુ હતું. જેમાં એક કાનની સારવાર માટે નાનુ એવું ઈઅરમશીન 6.50 લાખ રૂપિયા, ઓપરેશનના દોઢ લાખ રૂપિયા, હોસ્પિટલના 1 લાખ રૂપિયા, સિટી સ્કેન સહિત 10 લાખ રૂપિયાનો ખર્ચ થતો હતો.
સિટીલાઇટના ડોક્ટર જે આ ઓપરેશન કરવામાં માહિર છે તેની સાથે પોલીસ અધિકારીએ વાત કરતા તેણે પોતાની ફી માફ કરી, જયારે મુંબઈની સંસ્થાએ કાનનું મશીન આપ્યું હતું. આથી હવે બાકી રહયો તેની સારવારનો ખર્ચ તે ક્રાઇમબ્રાંચના ડીસીપી રૂપલ સોલંકી તથા રાંદેર પોલીસ પીઆઈ સોનારા, પીએઆઈ પરમાર અને તેની ટીમે ઉઠાવ્યો હતો.