- કાર્યક્રમ દરમિયાન મા ચામુંડાની વિશેષ મહા આરતી કરાઈ
- તા. 20મી નવેમ્બરે દિલ્હી ખાતે ગૌમાતા રાષ્ટ્ર માતા અભિયાન કાર્યક્રમ નું આયોજન
- ગૌરક્ષકો સહીત 100 બાળાઓએ ચામુંડા માની વિશેષ આરતી પૂજા કરવાનો લ્હાવો લીધો
ચોટીલા પંથકમાં વિજયાદશમીએ પરંપરાગત શસ્ત્ર્ર પૂજનનો કાર્યક્રમ અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ ન્યુ દિલ્હી અને ગૌરક્ષકો દ્વારા ભવ્ય આયોજન ચામુંડા માતાજીના મઢે(મુળા વાવે) સાથે ગૌમાતાને સરકાર દ્વારા રાષ્ટ્ર માતાનો દરજ્જો મળે જેના સંકલ્પ સાથે માં ચામુંડાને મા દુર્ગા સ્વરૂપ બાળાઓ અને દરેક સમાજના ચોટીલાના યુવાનો, વડીલો, ગૌરક્ષકો દ્વારા ભવ્ય મહા આરતી સાથે ચોટીલા સહિત સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્રના ગૌરક્ષકો આગામી તા. 20મી નવેમ્બરે દિલ્હી ખાતે ગૌમાતા રાષ્ટ્ર માતા અભિયાન કાર્યક્રમ અંતર્ગત મોટી સંખ્યામાં હાજર રહેશે જેનો સંકલ્પ લેવાયો આ ભવ્ય કાર્યક્રમને સફ્ળ બનાવવા માટે અખિલ વિશ્વ ગૌ સંવર્ધનપરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ એવા હરેશભાઈ ચૌહાણ, એચપીના પ્રમુખ અનકભાઈ ખાચર, ગૌરક્ષા સંગઠનના જિલ્લા ઉપાધ્યક્ષ ભરતભાઈ ખાચર, ઉદયભાઇ ખાચર, બાબભાઈ ખાચર, બલભદ્રસિંહ જાદવ, વીરભદ્રસિંહ જાડેજા, હર્ષિતભાઈ ચૌહાણ, દશરથભાઈ દુધરેજીયા, વિપુલભાઈ મેણીયા, રઘુભાઈ ધરજીયા, મનીષભાઈ, રામા મંડળના પ્રમુખ હર્ષદભાઈ સાથે 100 બાળાઓએ પણ ખાસ હાજરી આપી માં અંબાની સ્તુતિ અને ચામુંડા માની વિશેષ આરતી પૂજા કરવાનો લ્હાવો લઈને ધન્યતા અનુભવી હતી.