- માઢિયા ગામે વિજય ચૌહાણ નામના કિશોરનું મોત
- કિશોરના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો
- ગામડાઓમાં પણ સતત વધી રહ્યા છે હાર્ટ એટેકના કિસ્સા
રાજ્યમાં નાની ઉંમરના લોકોમાં હાર્ટએટેકની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. હાલમાં જ નવરાત્રિમાં પણ ગરબા રમતાં રમતાં 36 લોકોના મોત થયા હતા ત્યારે ભાવનગરમાં પણ નાની વયે હાર્ટ અટેકે જીવ ગુમાવ્યો છે. ભાવનગરના 17 વર્ષિય વિજય ચૌહાણનું મોત થયું છે. રાજ્ય દરરોજ હાર્ટ એટેકના કિસ્સામાં વધારો જ નોંધાય રહ્યો
આ અંગેની માહિતી અનુસાર, ભાવનગરમાં 17 વર્ષના કિશોરનું ધબકતું હૃદય બંધ થયું છે.વિજય ચૌહાણ નામનો માત્ર 17 વર્ષનો કિશોર રાત્રે 10 વાગ્યે સુઇ ગયો હતો. પરંતુ ઉંઘમાંથી સવારે ન ઉઠતા તેમને બેભાન અવસ્થામાં જોઇને ભાવનગરના માઢીયા ગામેથી 108 દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો.
જ્યાં પરિવારની હાજરીમાં ટૂંકી સારવાર બાદ હાર્ટએટેકના હુમલાથી આ વિજય ચૌહાણનું અવસાન થયું હતું. હાર્ટ અટેક આવી જતાં તે સૂતા બાદ જાગ્યો જ નહીં. નવ યુવાનના અચાનક મોતથી પરિવાર સ્તબ્ધ છે. મોતના સમાચારથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.
18 વર્ષીય યુવતી હાર્ટએટેકનો શિકાર બની
હજી બે દિવસ અગાઉ જ ભાવનગર તળાજા તાલુકાના નવા દેવલી ગામે 18 વર્ષીય યુવતીનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું. જિજ્ઞા બારૈયા નામની યુવતી ખેતરે વાવેલ શીંગ કાપીને પરત ધરે આવી હતી અને માતાને કહ્યું હતું કે, ભવાઈ જોવા જવાનું છે તો પહેલા થોડો આરામ કરી લઉં, બાદ ઊંઘમાં યુવતીનું હૃદય બંધ પડી ગયું હતું. 18 વર્ષની દીકરી જિજ્ઞાનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું તબીબ ડૉક્ટરે જણાવતા પરિવાર પણ અચંબામાં પડી શોક મગ્ન છે. નાની વયે દીકરા –દીકરીઓના મોતથી સતત ચિંતા વધારો થયો છે.