- ભાડાપટ્ટાની મંજૂરીનો બનાવટી પત્ર, દસ્તાવેજ કરી સબ રજિસ્ટ્રારાર માં નોંધણી કરાવી
- શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ એક દુકાનના ભાડાપટ્ટાની મંજૂરીનો બનાવટી પત્ર બનાવ્યો હતો
- દસ્તાવેજ નં. 2298-23માં દસ્તાવેજ લખી આપનાર સામે ફોજદારી કાર્યવાહી કરવા હુકમ
નડિયાદના હાર્દસમા સંતરામ રોડ પર આવેલ ટ્રસ્ટની એક દુકાનનો શહેરમાં રહેતા ત્રણ ઈસમોએ ભાડાપટ્ટાની મંજુરી અંગેનો ખોટો બનાવટી પત્ર બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી ભાડાપટ્ટાનો દસ્તાવેજ તૈયાર કરી તેની નડિયાદ રજિસ્ટ્રારાર કચેરીમાં નોંધણી કરાવી હતી. જે મામલે ત્રણેય ઈસમો વિરુદ્ધ નડિયાદ સબ રજિસ્ટ્રારાર દ્વારા શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદ મિરઝાપુરમાં રહેતા અને 2013થી નોંધણી વિભાગ (મહેસુલ વિભાગ)માં સબ રજિસ્ટ્રારારનો હોદ્દો ધરાવતા ઝહીરભાઈ અહેમદભાઈ શેખે આ મામલે ફરિયાદ આપતા જણાવ્યું હતું કે તેઓ ગત તા.27-7-23થી નડિયાદમાં સબ રજિસ્ટ્રારાર કચેરીમાં ફરજ બજાવે છે. તેમને દસ્તાવેજ નં. 2298-23માં દસ્તાવેજ લખી આપનાર સામે ફોજદારી કાર્યવાહી કરવા હુકમ કરવામાં આવેલ છે. આ દસ્તાવેજમાં વેચાણ આપનાર વલીસા તકીયા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ મહંમદહનીફ નસરુદ્દીન શેખ (રહે.અશરફપાર્ક સોસાયટી, બારકોશિયા રોડ, નડિયાદ), સીરાજુદ્દીન નસરુદ્દીન શેખ (રહે.ફૈસલપાર્ક સોસાયટી, બારકોશિયા રોડ, નડિયાદ) અને નઈમુદ્દીન હનીફમહંમદ શેખ (રહે.શાહીન સોસાયટી, ભોજા તલાવડી રોડ, નડિયાદ)એ ગુજરાત રાજ્ય વકફ બોર્ડના પત્ર આધારે ટ્ર્સ્ટની માલિકીની સી.સ.નં.3727વાળી ક્ષેત્રફળ 179.85 ચો.મી.ની દુકાન ચેતક પેટ્રોલ પમ્પની બાજુમાં, સંતરામ રોડ, નડિયાદમાં આવેલ છે. જે દુકાન પ્રવિણભાઈ ઓધવજીભાઈ મિસ્ત્રીને 29 વર્ષની મુદ્દત ઉપર ભાડાપટ્ટાનો દસ્તાવેજ કરી આપ્યો હતો. જે ગત તા.6-3-23ના રોજ જિલ્લા સેવા સદન નડિયાદમાં આવેલ સબ રજિસ્ટ્રારાર કચેરીમાં તત્કાલિન રજિમંર હાર્દિકસિંહ કનુસિંહ ઝાલાએ તેમની ફરજ દરમ્યાન દસ્તાવેજ રજુ કર્યો હતો. જેમાં ત્રણેય ટ્રસ્ટીઓએ બે સાક્ષીઓની રુબરુમાં કબુલાત આપી હતી, અને દસ્તાવેજની નોંધણી કરી હતી. પરંતુ ટ્રસ્ટીઓએ દસ્તાવેજ સાથે બીડેલ ભાડાપટ્ટાની મંજુરીનો પત્ર હોય, ઈસમોએ બનાવટી મંજુરીના પત્રને સાચા તરીકે રજુ કરી ગેરકાયદેસર ભાડાપટ્ટાથી નોંધણી કરાવેલ હોઈ ગાંધીનગર કચેરી દ્વારા ઈસમો વિરુદ્ધ ફરિયાદના આદેશ કરાયા હતા. જેથી આ મામલે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.