- પાલનપુરની 20 વર્ષીય યુવતીનું હૃદયરોગના હુમલાથી મોત
- રાજકોટમાં 38 અને 42 વર્ષીય વ્યક્તિના નીપજ્યા મોત
- છેલ્લા 24 કલાકમાં વિવિધ સ્થાનો પર વધી હાર્ટ એટેકની ઘટના
રાજ્યમાં સતત હાર્ટએટેકની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. જેમાં પણ નાની ઉંમરના લોકોમાં હાર્ટએટેકનું પ્રમાણ વધ્યું છે. નાની વયે હાર્ટ એટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. હાર્ટએટેકથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે. જ્યારે રાજકોટમાં વધુ 2 લોકોના હાર્ટએટેકથી મોત થયા છે. તો પાલનપુરમાં 20 વર્ષીય યુવતીનું હાર્ટએટેકથી મોત થયું છે.
નાની વયના લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના પાલનપુર ખાતે આકેસણ ગામમાં હાર્ટએટેકથી 20 વર્ષીય યુવતીનું મોત થયું છે. ભૂમિકા મોર નામની યુવતી ખેતરમાં ઘાસચારો કાઢી રહ્યા હતા અને તે સમયે જ અચાનક ઢળી પડ્યા હતા. જે પછી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં હાજર ડૉક્ટરોએ યુવતીને મૃત જાહેર કરી હતી. જ્યારે ડૉક્ટોરોએ જણાવ્યું કે, પ્રાથમિક ધોરણે યુવતીનું મોત હૃદયરોગના કારણે થયું હોવાનું સામે આવી રહ્યું છે. આ ઘટનાનના પરિણામે સમગ્ર ગામમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.
રાજકોટમાં વધુ બે લોકોના મોત
આ તરફ રાજકોટમાં હાર્ટ એટેકથી મોતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. જેમાં રાજકોટમાં વધુ 2 વ્યક્તિઓના હૃદય બંધ પડ્યા છે. આ દરમિયાન 38 અને 42 વર્ષીય વ્યક્તિના મોત નીપજ્યા છે. 35 વર્ષીય ગુણવંત ચાવડા કારખાનામાં કામકાજ કરતો હતો ત્યારે અચાનક ઢળી પડતાં બેભાન થઈ ગયો હતો અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં તેને મૃત જાહેર કર્યો હતો. જ્યારે બીજી તરફ 42 વર્ષે શક્તિસિંહ ઝાલા વોટર સપ્લાયનું કામ કરતો હતો અને અચાનક હાર્ટ એટેકના કારણે તેમનું મોત થયું છે. જે બંને પરિવારમાં શોકમાં ગરકાવ થઈ ગયું છે.
રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સાએ ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે. જેંમાં પાટણ, ભાવનગર બાદ રાજકોટમાં પણ હૃદય બંધ થતાં વ્યક્તિએ જિંદગી ગુમાવી છે