- એસ્ટેટ, હેલ્થ, સોલિડ વેસ્ટ, ઈજનેર વિભાગને સોંપઈ કામગીરી
- યુસીડી અને ટેક્સ વિભાગને પણ 7 ઝોનમાં સોંપાયુ કામ
- ઝોન વાઈઝ ડેપ્યુટી કમિશનર કરશે સુપરવિઝન
હાઈકોર્ટના આદેશ બાદ AMC એક્શન મોડમાં આવી છે. CNCD બાદ હવે અન્ય વિભાગને પણ ઢોર પકડવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. ઢોર નિયંત્રણ પોલીસી અંતર્ગત એક્શન પ્લાન બનાવ્યો છે. જેમાં AMC કમિશનર એમ.થન્નારસને સરક્યુલર જાહેર કર્યું છે. આ માટે એસ્ટેટ, હેલ્થ, સોલિડ વેસ્ટ, ઈજનેર વિભાગને કામગીરી સોંપઈ રહી છે.
આ માટે UCD અને ટેક્સ વિભાગને પણ 7 ઝોનમાં કામ સોંપાયુ છે. ઝોન વાઈઝ ડેપ્યુટી કમિશનર સુપરવિઝન કરશે. વોર્ડ વાઈઝ આસિસ્ટન્ટ કમિશનર સુપરવિઝન કરશે. તેમજ ચાલુ મહિનામાં 1441થી વધુ પશુઓ પકડવાની કામગીરી કરશે. આ માટે ચાલુ વર્ષમાં 10516 પશુઓ પકડાયા છે.
અત્યાર સુધીની કાર્યવાહી અંગે AMC દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 225 પશુ માલિકો પાસેથી 12 લાખનો દંડ વસૂલાયો છે. AMC દ્વારા 46 પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઢોર નિયંત્રણ કાયદા હેઠળ સરકારી કામ રોકવા બદલ ફરિયાદ પણ નોંધાય છે.
તેમજ અત્યાર સુધીમાં 45 દિવસમાં CNCD ટીમો પર 24 વખત હુમલા કરવામાં આવ્યા છે. આ વચ્ચે નિકોલ અને વટવામાં સૌથી વધુ પોલીસ ફરિયાદ નોંધાય છે. તેમજ 1231 પશુ માલિકો દંડ ભરી પશુઓ છોડાવી ગયા છે. આ સાથે 448 પશુ માલિકો સામે ફરિયાદ દાખલ છે.
અગાઉ અમદાવાદ મહાનગર પાલિકા કમિશનર એમ. થેન્નારસન દ્વારા એસ્ટેટ વિભાગને તાકિદ કરાઇ હતી કે, શહેરમાં ચાલી રહેલા બાંધકામ સાઇટ પર તમામ નિયમોનું પાલન થતુ હોવાની માહિતી મેળવાની રહેશે. તેમજ જ્યાં નિયમનું ઉલ્લઘન થતુ હોય તેવી સાઇટ પર કાર્યવાહી કરવામાં આવે. ફાયર સેફ્ટી થઇ લઇ કામગીરી દરમ્યાન શ્રમિક માટે પણ નિયમનું પાલન થાય છે કે નહી, બાંધકામ સાઇટના પગલે આસપાસના રહીશોને કોઇ પરેશાન ન થવી જોઇએ. બાંધકામ સાઇટ ચાલુ હોય તે દરમ્યાન ગ્રીન નેટ ફરિજીયાત લગાવવા સુચના અપાઇ છે. તેમ છતા અનેક એકમ નિયમનું પાલન ન કરતા તેઓ બાંધકામ કામગીરી હાલ સ્થગિત કરી તેઓનું એક સીલ કરવા સુધીની કાર્યવાહી ચાલી રહી છે.