- 108નો દરવાજો ન ખૂલતા અડધો કલાક સુધી ફસાયા
- આદિપુરથી ભૂજમાં સારવાર માટે લવાયા હતા દર્દીઓ
- ભૂજની જી.કે.જનરલ હોસ્પિટલમાં લવાયા હતા દર્દીઓ
કચ્છના ભુજ શહેરમાં એક વિચિત્ર ઘટના સામે આવી જેમાં ભુજ જનરલ હોસ્પિટલ ખાતે સારવાર કરાવવા માટે આવેલા કેટલાંક દર્દીઓને નાહકની હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. સારવાર કરાવવા માટે આવેલા દર્દીઓએ અડધો કલાક સુધી ફસાયા રહેવું પડ્યું હતું.
વાત એમ છે કે આદિપુરથી ભુજ જી.કે.જનરલમાં ઇમરજન્સી સારવાર માટે દર્દીને 108 મારફતે લાવવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલે પહોંચતા જ એમ્બ્યુલન્સનો દરવાજો લોક થઈને જામ થઈ ગયો હતો. દર્દી 108 એમ્બ્યુલન્સમાં અડધો કલાક સુધી ફસાયા રહેવું પડ્યું હતું. એમ્બ્યુલન્સનો દરવાજો ન ખુલતા અડધી કલાક સુધી સારવાર માટે દર્દીને તડપવું પડ્યું હતું.
અડધો કલાક ફસાયા દર્દી
એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા લોખંડના હથિયારો વડે અને લાતો મારીને દરવાજો ખોલવા ખાસ્સો પ્રયાસ કર્યો હતો. જોકે અડધો કલાક સુધી દરવાજો ખૂલ્યો ન હતો જોકે ભારે જહેમત બાદ દરવાજો ખૂલતાં દર્દીએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, દર્દીએ અડધો કલાક સુધી હેરાન થવું પડ્યું હતું.