- હેલિપેડ ખાતે 4 પાયલટ દ્વારા લેન્ડિંગની ડ્રીલ કરાઇ
- SPG માટે 30થી વધુ ગાડીઓ હેલિપેટ પાસે મુકાઈ
- SOG, SPG, LCB ગુજરાત પોલીસના 2000 જવાનો ખડેપગે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવનાર છે. તા. 30 ઓક્ટોબરના રોજ પીએમ મોદી અંબાજી શક્તિપીઠ ખાતે પધારશે અને માતાના ધામમાં શિશ નમાવ્યા બાદ ખેરાલુમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ પણ કરશે.
ત્યારે, બનાસકાંઠા જિલ્લામાં આવેલ શક્તિપીઠ અંબાજી ખાતે વડાપ્રધાન નરેન્દ્રના આગમનને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. અંબાજીમાં ઠેર ઠેર પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.
તો જે સ્થળે પીએમ મોદીનું હેલિકોપ્ટર લેન્ડ કરશે તે ચીખલા હેલિપેડ પર વારંવાર હેલિકોપ્ટરની લેન્ડિંગ ડ્રીલ કરવામાં આવી રહી છે. 4 પાયલટ દ્વારા હેલિપેડ પર લેન્ડિંગની ડ્રીલ કરવામાં આવી રહ્યું છે. તો સાથે સાથે, SPG માટે 30થી વધુ ગાડીઓ હેલિપેડ પાસે મૂકવામાં આવી છે. વડાપ્રધાન મોદીના કાફલાની સુરક્ષા માટે SOG, SPG, LCB ગુજરાત પોલીસના 2000 જવાનો ખડેપગે રાખવામાં આવ્યા છે.