- સુરતના દુકાનદારે બનાવી સોનાની ઘારી
- 820માં વેચાતી ઘારી 9000માં વેચાઈ
- આયુર્વેદ મુજબ સોનું શરીર માટે અત્યંત જરૂરી
સુરતમાં ચાંદની પટવાનો તહેવાર એટલે કે શરદ પૂનમનો બીજો દિવસ જુદી જુદી રીતે ઉજવવામાં આવે છે. માત્ર સુરતમાં જ લોકો એક જ દિવસમાં હજારો મેટ્રિક ટન ઘારી આરોગી જાય છે. ત્યારે, સુરતમાં એક સ્થળે સોનાની મીઠાઈ બનાવવામાં આવી છે, જેની કિંમત 9000 રૂપિયા પ્રતિ કિલો રાખવામાં આવી છે.
આવતીકાલે ગુજરાતમાં ઉજવાશે ચંડી પડવો
દિવાળી નજીક આવી રહી છે જોકે, દર વર્ષની જેમ હજુ દિવાળીની ઝાકમઝોળ જોવા નથી મળી રહી પરંતુ મીઠાઈની દુકાનોમાં જુદા જુદા પ્રકારની મીઠાઈઓ ચોક્કસ દેખાવા લાગી છે. ગુજરાત 29 ઓકટોબર એટલે કે આવતી કાલે ચંડી પડવો ઉજવવાની તૈયારીઓ કરી રહ્યું છે. ત્યારે, સુરતમાં એક મીઠાઈની દુકાને અલગ અંદાજમાં સુરતની સ્થાનિક મીઠાઈ ઘારી બનાવી છે. સામાન્ય રીતે ઘારી 820 રૂપિયે કિલોના ભાવે વેચાતી હોય છે પરંતુ, આ નવી અને યુનિક મીઠાઇની કિંમત 9000 રૂપિયા પ્રતીકીલોના ભાવે વેચાય છે.
શહેરમાં ચર્ચાનું કેન્દ્ર ઘારી
સુરતની પરંપરાગત મીઠાઇ એવી ઘારીમાં આ વખતે એક નવો પ્રયોગ કરવામાં આવ્યો છે. સુરતની એક મીઠાઈની દુકાન દ્વારા ગોલ્ડ ઘારી લોન્ચ કરી છે. સામાન્ય રીતે 660 થી 820 રૂપિયે કિલોના ભાવે વેચાતી ઘારીના આ નવા ગોલ્ડ વર્ઝનનો ભાવ 9000 હજાર રૂપિયા પ્રતિ કિલો રાખવામાં આવ્યો છે.
800 રૂપિયાની ઘાતરી 9000માં વેચાઈ
ગોલ્ડ ઘારી અંગે માહિતી આપતા દુકાનના માલિકે જણાવ્યું છે કે સોના માંથી બનેલી હોવાથી આ મીઠાઇમાં ન માત્ર સ્વાસ્થ્ય માટે લાભદાયક પરંતુ પૌષ્ટિક પણ હોય છે. કારણ કે આયુર્વેદ મુજબ સોનું શરીર માટે જરૂરી ખનીજ છે. ઘારી સુરતની સ્થાનિક અને જગવિખ્યાત મીઠાઇ છે. ચણાની દાળ, ઘી અને ડ્રાયફ્રૂટ્સ માંથી ઘારી બનાવવામાં આવે છે. અને તેને સેવ, ગાંઠિયા, તળેલા પોહા, બૂંદી અને પાપડીની સાથે સર્વ કરવામાં આવે છે.