- 24 શાળાનાં 2200 જેટલા છાત્રોએ પીકનીકનો આનંદ માણ્યો
- 3000 થી વધુ પ્રવાસીઓએ મકબરાની મૂલાકાત લીધી
- ગત મહિને મુખ્યમંત્રીએ ઉપરકોટ કિલ્લાની મુલાકાત કરી હતી
જૂનાગઢ ઉપરકોટ કિલ્લાને એક મહિનાં પહેલા રાજ્યનાં મુખ્યમંત્રીએ ઉપરકોટ કિલ્લો અને મહાબત ખાન મકબરાની મૂલાકાત લીધી હતી. તેમજ તા.28મી સપ્ટેમ્બરનાં રોજ લોકાર્પણ કરી તેને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારે એક મહિનાની અંદર 75,000 થી વધુ લોકોએ ઉપરકોટ કિલ્લાની જ્યારે મકબરાની 3000 થી વધુ પ્રવાસીઓએ મૂલાકાત લીધી છે.
ઐતિહાસિક અને પુરાતત્વીય મહત્વ ધરાવતા આ સ્થાનો લગભગ 3 વર્ષથી નવીનીકરણ હેઠળ કામગીરી શરૂ હતી. ઉદ્ઘાટન પછી ઘણા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓએ જીર્ણોદ્વારનું પરિવર્તન જોયું છે, અદ્ભુત અનુભવની સાક્ષી આપી છે. પ્રવાસીઓ કહે છે કે ઉપરકોટ કિલ્લો તેનાં નવા સ્વરૂપમાં એક એવો અજાયબી છે કે જે તેઓએ બીજે ક્યાંય જોયો નથી. ખાસ કરીને, તેઓ પરિસરના વ્યવસ્થિત સંચાલનથી ખુશ છે. આ પર્યટન સ્થળોનું સંચાલન કરી રહી છે. તે સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રા.લી. કંપનીનાં જનરલ મેનેજર રાજેશ તોતલાણી પ્રવાસીઓનાં અનુભવને ટાંકતા કહે છે કે, “અમે જે કઈ પણ કરીએ છીએ તેમાં, અમે પ્રવાસી સ્થળોનું સંચાલન કરતી વખતે ગ્રાહકના અનુભવને ટોચની અગ્રતા પર રાખીએ છીએ. અમે ધીમે ધીમે પ્રવાસી સુવિધાઓને અપગ્રેડ કરી રહ્યા છીએ અને માપદંડોને ઉંચા કરતા રહીશું તેમ જણાવ્યું હતું.
આમ, છેલ્લા એક મહિનામાં, 75,000 થી વધુ પ્રવાસીઓએ ઉપરકોટ કિલ્લાની મુલાકાત લીધી અને 3,000 થી વધુ પ્રવાસીઓએ મહાબત ખાન મકબરાની મુલાકાત લીધી. જૂનાગઢવાસીઓ અને શાળાના બાળકો માટે 50% ડિસ્કાઉન્ટની ઓફર લોકપ્રિય બની રહી છે. ત્યારે 24 શાળાનાં 2200 થી વધુ બાળકોએ પણ તેમના પિકનિક દિવસનો ઉપરકોટ કિલ્લા ખાતે આનંદ માણતા જોવા મળ્યાં હતા.
નિ:શુલ્ક ઈ-ટોઈલેટ સુવિધા શરૂ કરાઈ
જૂનાગઢ, ખાસ કરીને બાળકોને વધારાનું સ્મિત આપવા માટે ઘણા કાર્ટૂન પાત્રો લાવ્યા છીએ. તેમજ ઇ-ટોઇલેટ માટે બે રૂપિયાનો સિક્કો શોધવો અને ઇ-ટોઇલેટનો ઉપયોગ કરવો મુશ્કેલી પડતાં સિસ્ટમમાં ફેરફાર કરી અને માત્ર બટન દબાવવાથી ઇ-ટોઇલેટ ખુલતાં કર્યાં છે.
8 સ્થળોએ ફિલ્ટર પાણીનાં પરબ
જૂનાગઢ, આરોગ્ય અને સ્વચ્છતા અત્યંત મહત્વ આપી કિલ્લામાં જુદા-જુદા 8 સ્થળો ખાતે પ્રવાસીઓ માટે ઉપલબ્ધ મફત પાણીની સુવિધાના ફિલ્ટર્સને અપગ્રેડ કર્યા છે. ઉપરાંત મૂલાકાતીઓ માટે સાયકલ બમણી કરવામાં આવી છે. ઉપરાંત, એક ભવ્ય ફૂડ કોર્ટ બનાવવામાં આવી રહી છે જે લોકપ્રિય બ્રાન્ડની વિવિધ વાનગીઓ પીરસશે.
સલમતીને લઈને સિક્યુરિટી ગાર્ડ માટે 30 પોઈન્ટ
જૂનાગઢ, સલામતીનું મુખ્ય ધ્યાન હોવાથી, અગ્નિશામક ઉપકરણોને ઠેર-ઠેર સ્થાપિત કરવામાં આવ્યા છે. સમગ્ર કિલ્લામાં 30 થી વધુ જુદા જુદા પોઈન્ટ પર સિક્યુરિટી ગાર્ડ ઉપલબ્ધ છે. જેથી પ્રવાસીઓની સુરક્ષા અને કિલ્લાની સંભાળ રાખી શકાય તે માટેનું આયોજન કરાયું છે.