- CAની ફર્મ કોઈ દુકાન કે કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટની વ્યાખ્યામાં નથી
- ટેક્સ કન્સલ્ટિંગ, રિસ્ક મેનેજમેન્ટ જેવી વ્યાવસાયિક સેવાઓ આપે છે
- હાઇકોર્ટે દલીલો ગ્રાહ્ય રાખી ESI કોર્ટનો હુકમ રદબાતલ ઠરાવ્યો
ચાર્ટર્ડ એકાઉન્ટ ર્ફ્મને ESI એકટ(એમ્પ્લોઇ સ્ટેટ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન એકટ-1948)ની જોગવાઇઓ લાગુ પડી શકે નહી હોવાનું ઠેરવતા ગુજરાત હાઈકોર્ટે નોંધ્યું હતું કે, CAની ફર્મ કોઇ શોપ(દુકાન) કે કોમર્શીયલ એસ્ટાબ્લિશમેન્ટની વ્યાખ્યામાં આવતી નથી. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ર્ફ્મની દેશ સહિત વિશ્વભરમાં જુદી જુદી શાખાઓ પણ હોય છે, જેના મારફ્તે તે તેના અસીલોને પાવરફુલ બિઝનેસ સોલ્યુશન્સની વ્યવસાયિક સેવા આપે છે. મલ્ટિ સ્કિલ અને મલ્ટિ ડિસિપ્લિડ ર્ફ્મ તેના અસીલોને ઉદ્યોગ કેન્દ્રી બિઝનેસ સોલ્યુશન આપતી હોય છે. તેથી ચાર્ટર્ડ એકાઉન્ટ ર્ફ્મ એ માત્ર વૈધાનિક ઔડિટ કામ કરવા સાથે સંકળાયેલી છે તેવું કહી ના શકાય પરંતુ તે ટેક્સ કન્સલ્ટીંગ, ફાઈનાન્શિયલ એડવાઇઝરી, રીસ્ક મેનેજમેન્ટ સહિતની ઉપયોગી સેવાઓ તેના અસીલોને શુલ્ક વસૂલી પૂરી પાડતી હોય છે. આ સંજોગોમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ઓફ્સિ એ દુકાનની વ્યાખ્યામાં સ્વીકારી શકાય નહી. અરજદાર સીએ ર્ફ્મ તરફ્થી કરાયેલી અપીલમાં એવી રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, 2016ના અરસામાં ઇએસઆઇ સત્તાવાળાઓ તેમની ઓફ્સિ આવ્યા હતા અને સીએમ ર્ફ્મને ESI એકટ લાગુ પડે છે તેમ કહી એસેસમેન્ટ કરી રિકવરી કાઢી હતી. આ મામલે અરજદાર ESI કોર્ટમાં ગયા હતા, જેમાં ESI કોર્ટે સપષ્ટપણે ઠરાવ્યું હતું કે, સીએ ર્ફ્મને ESI એકટની જોગવાઇઓ લાગુ પાડી શકાય નહી. પરંતુ મેટર એપેલેટ ઓથોરિટીમાં રિમાન્ડ બેક કરી હતી. અરજદારપક્ષે જણાવ્યું કે, જયારે ESI કોર્ટે તેના તારણો મારફ્તે નિર્ણિત કરી નાંખ્યું હોય કે, સીએ ર્ફ્મને ESI એકટની જોગવાઇઓ લાગુ પાડી શકાય નહી. તે પછી મેટર એપેલેટ ઓથોરિટીને રિમાન્ડ બેકનો હુકમ કરી શકે નહી. તે હુકમ ભૂલભરેલો હોઇ રદબાતલ થવાપાત્ર છે. વળી, ESI કોર્પોરેશન સીએમ ર્ફ્મ દુકાન કે કોમર્શીયલ એસ્ટાબ્લિશમેન્ટમાં આવતી હોવાની બાબત પુરવાર કરવામાં બિલકુલ નિષ્ફ્ળ રહ્યું છે અને તેથી એસેસમેન્ટ અને રિકવરી અંગેનો ESI કોર્પોરેશનનો હુકમ પણ ગેરકાયદે, અયોગ્ય અને રદબાતલ થવાપાત્ર ઠરે છે. હાઇકોર્ટે આ દલીલો ગ્રાહ્ય રાખી ESI કોર્ટનો હુકમ રદબાતલ ઠરાવ્યો હતો.