- PM અંબાજીમાં દર્શન બાદ ખેરાલુમાં જનસભાને સંબોધન કરશે
- ખેરાલુમાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે
- મંગળવારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની લેશે મુલાકાત
આવતીકાલથી બે દિવસ PM મોદી ગુજરાત પ્રવાસે છે. જેમાં અંબાજીમાં દર્શન બાદ ખેરાલુમાં જનસભાને સંબોધન કરશે. તથા ખેરાલુમાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. તથા મંગળવારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. તથા SOUમાં સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અપર્ણ કરશે. તેમજ રાષ્ટ્રીય એકતા દિવસે પરેડ બાદ તાલીમાર્થી ઓફિસરને સંબોધશે.
SOU પાસે કમલમ પાર્કનું પણ PM મોદી લોકાર્પણ કરશે
SOU પાસે કમલમ પાર્કનું પણ PM મોદી લોકાર્પણ કરશે. તથા એકતાનગરમાં 100 કરોડના ખર્ચે વિઝિટર સેન્ટર બનશે. ત્યારે મહેસાણામાં PM મોદીના કાર્યક્રમને લઈ લોખંડી બંદોબસ્ત કરવામાં આવ્યો છે. 9 વર્ષ બાદ ખેરાલુમાં PM ના કાર્યક્રમને લઈ ઉત્સાહ છે. તેમાં 17 DYSP, 46 PI, 131 PSI બંદોબસ્તમાં તૈનાત રહેશે. તથા 6 SP સહિત 1871પોલીસ જવાનો બંદોબસ્તમા તૈનાત રહેશે. ખેરાલુમાં કાર્યક્રમની તૈયારીના ભાગરુપે આજે રિહર્સલ યોજવામાં આવશે.
કાર્યક્રમમાં 5 આઈસીયુ ઓન વ્હીલ અને 6 એસપી સહિત 1871 પોલીસનો લોખંડી બંદોબસ્ત
PM મોદીના કાર્યક્રમમાં 5 આઈસીયુ ઓન વ્હીલ અને 6 એસપી સહિત 1871 પોલીસનો લોખંડી બંદોબસ્ત છે. ખેરાલુના ડભોડા કેશરપુરામાં યોજાનાર કાર્યક્રમની તૈયારીઓ પૂરી આજે રિહર્સલ થશે. 48 કલાક પૂર્વે દિલ્હીથી આવી ગયેલી એસપીજીની ટીમોએટ પ્રધાનમંત્રીની સુરક્ષાને લઇને જગ્યાનું ચેકિંગ કર્યું છે. 2014ની લોકસભા ચૂંટણી સમયે આવેલા પ્રધાનમંત્રી 9 વર્ષે ખેરાલુ તાલુકામાં આવશે. તેમજ મહેસાણા અને આસપાસના જિલ્લાના 6 એસપી, 17 ડીવાયએસપી, 46 પીઆઇ, 131 પીએસઆઇ, 1192 પોલીસ, 402 મહિલા પોલીસ અને 77 ટ્રાફિક પોલીસ સહિત કુલ 1871 પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.