લોકોમાં આજે દુર્લભ બીમારીનું પ્રમાણ વધ્યું છે. એટલે જ 40 વર્ષની ઉંમર બાદથી શારીરિક સ્વસ્થતા પ્રત્યે વધુ ધ્યાન આપવું જોઈએ. આ ઉંમર પછી, શરીરનું ચયાપચય ધીમું પડે છે, સ્નાયુઓનું નુકસાન શરૂ થાય છે, અને ક્રોનિક રોગો થવાનું જોખમ ઝડપથી વધી જાય છે. તેથી, જો તમે લાંબુ, સ્વસ્થ અને સક્રિય જીવન જીવવા માંગતા હો, તો ફક્ત સારા સ્વાસ્થ્યની ઇચ્છા રાખવી પૂરતું નથી.
લાંબુ જીવવા અને સ્વસ્થ રહેવા બદલો દિનચર્યા
40 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે તેમની દિનચર્યામાં કેટલીક વૈજ્ઞાનિક અને શિસ્તબદ્ધ આદતોનો સમાવેશ કરવો ખૂબ જ જરૂરી છે. આ આદતો તમને ફક્ત રોગથી બચાવશે નહીં પણ તમારા ઉર્જા સ્તરને જાળવી રાખવામાં અને વૃદ્ધત્વ પ્રક્રિયાને ધીમી કરવામાં પણ મદદ કરશે. દીર્ધાયુષ્યનું રહસ્ય મોંઘી દવાઓ નહીં, પરંતુ તમારી ઊંઘની ગુણવત્તા, શારીરિક પ્રવૃત્તિ અને આહારની પસંદગી છે.
બેઠાડુ જીવનશૈલી સ્વાસ્થ્ય માટે હાનિકારક
આરોગ્ય નિષ્ણાતોના મતે બેઠાડુ જીવનશૈલી કોઈપણ ઉંમરના લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોઈ શકે છે. આજે લોકો સોશિયલ મીડિયામાં વધુ વ્યસ્ત બન્યા છે. ટેકનોલોજીનો ઉપયોગ વધતા શારીરિક પ્રવૃતિ ઘટી છે. ખાસ કરીને 40 વર્ષની ઉંમર પછી, આપણા સ્નાયુઓ ઝડપથી નબળા પડવા લાગે છે. એટલે દરરોજ 30 મિનિટ ચાલવા, યોગ અને સાઈકલિંગ હળવી કસરત કરવી જોઈએ. આ કસરત સ્નાયુઓને મજબૂત રાખશે. તમારા ચયાપચયને વેગ મળશે અને તમારા હૃદયને એકંદરે સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
સારા સ્વાસ્થ્ય માટે પૂરતી ઊંઘ જરૂરી
40 વર્ષની ઉંમર પછી તમારા સારા સ્વાસ્થ્ય માટે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખોરા ખાવાનું ટાળવું. તેમજ પૂરતા આરામ માટે 7 થી 9 કલાકની ગુણવત્તાયુક્ત ઊંઘ લેવી જરૂરી છે. ઊંઘ દરમિયાન શરીર હોર્મોન્સને સંતુલિત કરે છે, ક્ષતિગ્રસ્ત કોષોનું સમારકામ કરે છે અને મગજ પોતાને ડિટોક્સિફાય કરે છે. ઊંઘનો અભાવ કોર્ટિસોલ (તણાવ હોર્મોન) વધારે છે, જે વજનમાં વધારો કરે છે અને હૃદય રોગનું જોખમ વધારે છે. દરરોજ 7-9 કલાકની ઊંઘ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. પૂરતી ઊંઘથી તમે અનેક બીમારીઓને દૂર રાખી શકશો.
આ પણ વાંચો : Colon Cancer: ત્વચા પરના આ ચિહ્નો કોલોન કેન્સરના હોઇ શકે છે સંકેતો, ભૂલથી પણ ન અવગણશો
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


