અમદાવાદના મહત્ત્વના ગણાતા સુભાષબ્રિજને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન (મનપા) દ્વારા એક મોટા સમાચાર જાહેર કરવામાં આવ્યા છે. બ્રિજની સુરક્ષા અને સમારકામને ધ્યાનમાં રાખીને તેને આગામી વધુ 15 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બ્રિજનું સમારકામ ચાલી રહ્યું હોવાથી ટ્રાફિક વ્યવસ્થા પર તેની ગંભીર અસર પડી રહી છે. મનપાએ આ નિર્ણય વિવિધ એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા ઇન્સ્પેક્શન પછી લીધો છે. ખાસ કરીને, બ્રિજ પર નાના વાહનોની અવરજવર શરૂ કરવા મુદ્દે નિષ્ણાતોમાં એકમત ન સધાતા આ નિર્ણય લેવાયો છે.
સુભાષબ્રિજની સુરક્ષા પર ભાર
સુભાષબ્રિજની મજબૂતી અને સુરક્ષાની ચકાસણી માટે અગાઉ પણ અલગ-અલગ એજન્સીઓ દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. હવે વધુ વિગતવાર તપાસ માટે IIT-મુંબઈ અને IIT-રૂડકીની ટીમો પણ ઇન્સ્પેક્શન કરશે. આ બંને પ્રતિષ્ઠિત સંસ્થાઓના રિપોર્ટના આધારે જ બ્રિજને સંપૂર્ણપણે ખોલવા અંગેનો અંતિમ નિર્ણય લેવાશે. ત્યાં સુધી વાહનચાલકોએ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો પડશે. મનપાનો આ નિર્ણય લાંબા ગાળે બ્રિજની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મહત્ત્વનો છે.
આ પણ વાંચો : Gandhinagar News : ભાગેડુ લગ્ન મુદ્દે પાટીદાર સમાજની સરકારમાં રજૂઆત, પાટીદાર આગેવાનોની સરકાર સાથેની બેઠક પૂર્ણ


