વડોદરા શહેરમાં ખાનગી બસચાલકોની બેફામ ગતિ ફરી એકવાર જીવલેણ સાબિત થઈ છે. શહેરના વુડા સર્કલ પાસે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક મહિલાનું બસ નીચે કચડાઈ જવાથી ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે. આ અકસ્માતના પગલે ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકોની ભીડ જામી હતી. જેના કારણે આ વિસ્તારમાં ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા.
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડાયો
અકસ્માતની જાણ થતાં પોલીસ અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો અને ટ્રાફિક ક્લિયર કરાવવાની કામગીરી શરૂ કરી હતી. હાલમાં પોલીસે આ અકસ્માત કેવી રીતે થયો અને બસચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


