કટકના બારાબતી સ્ટેડિયમમાં આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 5મેચની ટી20 સીરિઝની પહેલી મેચ રમાઈ હતી. જેમાં ટીમ ઇન્ડિયાએ વિજય શરૂઆત કરી છે. ટીમ ઇન્ડિયા ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરી હતી અને સાઉથ આફ્રિકાને 176 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેવા જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ 74 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી.
હાર્દિક પંડ્યાએ એક વિકેટ લીધી
176 રનના જવાબમાં ઉતરેલી સાઉથ આફ્રિકાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. પહેલી ઓવરના બીજા બોલ પર અર્શદીપ સિંહે ક્વિન્ટન ડિકોકને આઉટ કર્યો હતો. તે પોતાનુ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. ત્યાર બાદ ત્રીજી ઓવરમાં અર્શદીપે સ્ટબ્સને 14 રને આઉટ કરી દીધો. છઠ્ઠી ઓવરના પહેલા બોલ પર અક્ષર પટેલે કેપ્ટન માર્કરમને આઉટ કરી દીધો. માર્કરમ 14 રન બનાવીને આઉટ થયો. સાતમી ઓવરમાં હાર્દિક પંડ્યાએ પહેલા બોલ પર મિલરને ચાલતો કર્યો હતો. વરુણે આઠમી ઓવરમાં આફ્રિકાને પાંચમી વિકેટ ગુમાવી હતી.
” style=”position: static; visibility: visible; width: 550px; height: 699px; display: block; flex-grow: 1;” data-tweet-id=”1998434070452437494″>
વરુણ ચક્રવર્તીએ યાનસેને બોલ્ડ કર્યો
વરુણ ચક્રવર્તીએ 10મી ઓવરમાં યાનસેને બોલ્ડ કરી દીધો અને સાઉથ આફ્રિકાને છઠ્ઠો આંચકો આપ્યો. યાનસેને 12 રન બનાવ્યાં હતા. 11મી ઓવરમાં બુમરાહે બ્રેવિસને આઉટ કર્યો. આ વિકેટની સાથે જ બુમરાહની ટી20 કરિયરમાં 100 વિકેટ પૂરી થઈ ગઈ. એ જ ઓવરમાં બુમરાહે કેશવ મહારાહની પણ વિકેટ લીધી. 12મી ઓવરમાં અક્ષરે સાઉથ આફ્રિકાને 9મો આંચકો આપ્યો. ત્યાર પછીની ઓવરમાં શિવમ દુબેએ સાઉથ આફ્રિકાને 74 રને ધરાશાયી કરી નાખી
ભારતીય બોલરોનો દબદબો રહ્યો
ભારત તરફથી અર્શદીપ સિંહે 2 ઓવરમાં 14 રન આપીને 2 વિકેટ લીધી હતી, જ્યારે બુમરાહે 3 ઓવરમાં 17 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. વરુણે 3 ઓવરમાં 19 રન આપીને 2 વિકેટ લીધી હતી અક્ષરને પણ બે સફળતા મળી જ્યારે હાર્દિક અને પંડ્યાને એક-એક સફળતા મળી.


