બાકરોલના હરિઓમનગર વિસ્તારમાં આણંદ LCBની ટીમે ભારે દરોડો પાડી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસની કાર્યવાહી દરમિયાન એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરાઇ રહી છે.
મણીલાલ વસાવા નામના શખ્સના ઘરમાંથી 1,595 બોટલો વિદેશી દારૂ અને 864 બિયર ટીન જપ્ત
પોલીસના જણાવ્યા મુજબ, મણીલાલ વસાવા નામના શખ્સના ઘરમાંથી 1,595 બોટલો વિદેશી દારૂ અને 864 બિયર ટીન જપ્ત કરાયા છે. આ દારૂ અને બિયરની કુલ કિંમત 7,53,560 રુપિયા આંકવામાં આવી છે.
હરીશ ઉર્ફે પપ્પુ પઢીયારે બે દિવસ પહેલા આ દારૂનો જથ્થો સાચવવા આપેલો
પ્રાથમિક પૂછપરછમાં મણીલાલ વસાવાએ કબૂલ્યું કે તેની નજીક રહેતા હરીશ ઉર્ફે પપ્પુ પઢીયારે બે દિવસ પહેલા આ દારૂનો જથ્થો સાચવવા તેના ઘરમાં મૂક્યો હતો.
મણીલાલ વસાવા અને હરીશ પઢીયાર બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો
આ કબૂલાતને આધારે LCBએ મણીલાલ વસાવા અને હરીશ પઢીયાર બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને અન્ય સંડોવાયેલા શખ્સોની ઓળખ માટે કાર્યવાહી ચાલી રહી છે.
આ પણ વાંચો—-Gujarat Flashback 2025 : GST 2.0 બાદ વાહનોના વેચાણમાં ઉછાળો, નવેમ્બરમાં તો રેકોર્ડ તોડી નાખ્યો હતો


