PM નરેન્દ્ર મોદી આગામી 10 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લે તેવી પ્રબળ સંભાવના છે. તેમનો મુખ્ય કાર્યક્રમ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં યોજાનારી રિજિયોનલ વાયબ્રન્ટ સમિટની શરૂઆત કરાવવાનો રહેશે. આ રિજિયોનલ સમિટ ત્રણ દિવસ સુધી ચાલશે અને રાજ્યના ઉદ્યોગ જગત માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે.
સૌરાષ્ટ્રને PM મોદીની મોટી ભેટ
PM મોદી આ સમિટમાં ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરશે અને રોકાણને પ્રોત્સાહન આપશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, PM મોદીનો કાર્યક્રમ માત્ર સમિટ પૂરતો સીમિત નહીં રહે. તેઓ રાજકોટમાં એક ભવ્ય રોડ શો પણ યોજે તેવી સંભાવના છે, જેના માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ સમિટમાં રાજ્યભરના અનેક ઉદ્યોગપતિઓ હાજર રહેશે, જે રાજકોટને નવા આર્થિક દ્વાર ખોલી આપશે.
આ પણ વાંચો : Ahmedabad ના સુભાષબ્રિજને લઈને થયો મોટો ખુલાસો, સર્વે ટીમે આપ્યો રિપોર્ટ, તો શું તોડવો પડશે બ્રિજ…!


