શિયાના કાલિનિનગ્રાડની નજીક આવેલા લિથુઆનિયામાં પરિસ્થિતિ અચાનક ગંભીર બની ગઈ છે. બેલારુસ તરફથી સિગારેટ ચોરી માટે મોકલાતા હવામાનના ફૂગ્ગાઓની વધતી પ્રવૃત્તિને કારણે સરકારે દેશમાં “રાષ્ટ્રવ્યાપી કટોકટી” જાહેર કરી છે. સરકારનું કહેવુ છે કે આ ફુગ્ગાઓ હવે માત્ર દાણચોરીનું સાધન નથી, પણ દેશની રાષ્ટ્રીય સુરક્ષા અને હવાઈ ટ્રાફિક માટે પણ મુશ્કેલી બની શકે છે.
બેલારુસથી આવતા ફુગ્ગાઓ એટલા ખતરનાક કેમ?
લિથુઆનિયાના અધિકારીઓ મુજબ, એ વર્ષ દરમિયાન બેલારુસથી 600 થી વધુ ફુગ્ગા અને 200 જેટલા ડ્રોન સરહદ પાર કરી ચૂક્યા છે. આ ફુગ્ગાઓ ક્યારેક સીધા વિમાનના લેન્ડિંગ માર્ગમાં આવી જતા હોય છે. પરિણામે વિલ્નિયસ એરપોર્ટને વારંવાર બંધ કરવો પડતો. ઓક્ટોબરથી અત્યાર સુધી 60 કલાકથી વધુ એરપોર્ટ બંધ કરવામાં આવ્યા છે. 30,000 થી વધુ મુસાફરોની ફ્લાઇટ્સ ખોરવાઈ ગઈ હતી. સરકારનું કહેવું છે કે પરિસ્થિતિ સતત ખરાબ થઈ રહી છે અને હવે કડક પગલાં લેવાં જ જરૂરી છે.
બેલારુસ શું કહે છે?
બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર લુકાશેન્કો આ આરોપોને રાજકારણ ગણાવે છે. તેમનો દાવો છે કે , ફુગ્ગાઓ કોઈ ખતરો નથી. લિથુઆનિયા મુદ્દાને રાજકીય રંગ આપી રહ્યું છે “અમે યુદ્ધ નથી ઇચ્છતા,” એમ કહી તેમણે તણાવ ઘટાડવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ લિથુઆનિયાનું કહેવું છે કે આ ફુગ્ગાઓ ઇરાદાપૂર્વક અસ્થિરતા ફેલાવવાના હાઇબ્રિડ હુમલા છે. રાષ્ટ્રપતિ નૌસૈદાનો દાવો છે કે તેમના પાસે પૂરતા પુરાવા છે કે બેલારુસ આ “વિક્ષેપ વ્યૂહરચના” અંતર્ગત કરી રહ્યું છે.
સરહદે વધતો તણાવ
પરિસ્થિતિ એટલી ખરાબ થઈ કે લિથુઆનિયાએ બેલારુસ સાથેની બે સરહદી ચોકીઓ બંધ કરી દીધી છે. જવાબમાં બેલારુસે લિથુઆનિયન ટ્રકોના તેના રસ્તા પર પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. યુરોપિયન યુનિયનની પ્રતિક્રિયા પ્રમાણે યુરોપિયન કમિશન પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેનએ તેને ગંભીર EU એ તેને “હાઇબ્રિડ હુમલો” ગણાવ્યો છે. સાથે બેલારુસ પર નવા પ્રતિબંધો લાદવાની તૈયારીમાં છે. બ્રસેલ્સમાં બેલારુસના પ્રતિનિધિને બોલાવીને ચેતવણી આપી હતી. કેટલાક અધિકારીઓ તો આને “આતંકવાદી કૃત્ય” તરીકે વર્ગીકૃત કરવાની માંગ કરી રહ્યા છે
ફુગ્ગાઓનો ખરો જોખમ શું છે?
આ ફુગ્ગાઓ 10 કિલોમીટર સુધીની ઊંચાઈએ પહોંચી શકે છે – એટલે સીધા પેસેન્જર વિમાનના માર્ગમાં આવી શકે છે. સુરક્ષા એજન્સીઓના કહેવા અનુસાર જો એક પણ ફુગ્ગો વિમાન સાથે અથડાય તો ભયાનક અકસ્માત થઈ શકે છે. એટલે દાણચોરી કરતાં પણ મોટો મુદ્દો છે રાષ્ટ્રીય સુરક્ષા અને હવાઈ સલામતી


