આ વચ્ચે શેખ હસીનાની આવામી લીગને સરકાર તરફથી મોટી છૂટ આપવામાં આવી છે.
આવામી લીગને મોટી રાહત
બાંગ્લાદેશમાં ચૂંટણીની જાહેરાત પહેલા શેખ હસીનાની પાર્ટી આવામી લીગને મોટી રાહત મળી છે. બાંગ્લાદેશની સરકારે આવામી લીગના એ નેતાઓને ચૂંટણી લડવા માટે પરવાનગી આપી છે જેમનું વ્યક્તિત્વ સાફ હોય. તેઓ કોઇ ગુનામાં ફસાયા ન હોય. પરંતુ આ નેતાઓ પાર્ટીના ચિહ્ન પર ચૂંટણી નહી લડી શકે. તેમને અપક્ષ તરીકે જ મેદાને ઉતારવામાં આવશે. બાંગ્લાદેશની સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર આવામી લીગના કાર્યકર્તાઓના વિરોધને જોતા સરકારે આ નિર્ણય લીધો છે.
આવામી લીગ પર લગાવાયો પ્રતિબંધ
શેખ હસીનાએ સત્તા છોડ્યા બાદ બાંગ્લાદેશમાં આવામી લીગ પર પ્રતિબંધ લગાવાયો છે. પ્રતિબંધના કારણે આવામી લીગ ચૂંટણીમાં ભાગ નહી લે. યુનુસ સરકારે કહ્યુ છે કે, આવામી લીગની કમાન હજુ પણ શેખ હસીનાના હાથમાં છે. શેખ હસીના પર બાંગ્લાદેશમાં નરસંહાર કરવાનો આરોપ છે. અને કોર્ટે તેમને સજા-એ-મોતની જાહેરાત કરી છે. આવી પરિસ્થિતિમાં આવામી લીગને ચૂંટણી લડવાની પરવાનગી ન આપી શકાય.
ઇમરાન મોડેલ પર ચૂંટણી લડશે લીગના નેતાઓ ?
વચગાળાની સરકારના આ નિર્ણય બાદ પ્રશ્ન ઉઠી રહ્યા છે કે, શું આવામી લીગના કાર્યકર્તા અને નેતા ઇમરાન ખાનની મોડેલ પર ચૂંટણી લડશે?. 2024ના પાકિસ્તાન ચૂંટણીમાં ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઇને પ્રક્રિયાથી દૂર કરવામાં આવ્યા હતા. જે બાદ ઇમરાન ખાને દરેક બેઠક પર અપક્ષ ઉમેદવાર જ ઉતર્યા હતા. પાકિસ્તાની સેનાના કારણે તેઓ સફળ ન રહ્યા. પરંતુ સમર્થકોનો મોટો સહયોગ તેઓને મળ્યો હતો.
આ પણ વાંચોઃ બેલ્જિયમ સુપ્રીમ કોર્ટે પ્રત્યાર્પણ સામેની અરજી ફગાવી, Mehul Choksiને ભારત પરત ફરવું પડશે


