અમદાવાદના ઘુમામાં પર્લ બંગલોઝમાં રહેતા શખ્સે પોતાની સ્કોર્પીયો કાર સોસાયટીમાં 2 વખત પુરઝડપે ચલાવતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. પોલીસે આ મામલે સ્થાનિકની ફરિયાદ લઇ તપાસ શરુ કરી છે.
ફુલ સ્પીડે કાર ચલાવતા રસ્તા પર રમી રહેલા નાના બાળકો માંડ બચ્યા હતા
સ્થાનિક રહીશ દિલીપ પટેલે પોલીસને કરેલી ફરિયાદમાં જણાવાયું છે કે આ જ સોસાયટીમાં રહેતા યુવકે પોતાની સ્કોર્પીયો કાર લઇને દિવસમાં 2 વખત પુરઝડપેર કાર ચલાવી હતી. સાંજે સાડા પાંચ વાગે તેણે ફુલ સ્પીડે કાર ચલાવતા રસ્તા પર રમી રહેલા નાના બાળકો માંડ બચ્યા હતા.
યુવકે ઉશ્કેરાઇ જઇ સિક્યોરિટી ગાર્ડને લાફો માર્યો
તેમણે ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે રાત્રે 9.30 વાગે આ યુવકને સોસાયટીના સિક્યોરીટી ગાર્ડે ગેટ પાસે ગાડી ઉભી રાખવાનું કહેતા યુવકે ઉશ્કેરાઇ જઇ સિક્યોરિટી ગાર્ડને લાફો માર્યો હતો અને ઉગ્ર વર્તન કર્યું હતું. મિલને દિલીપ ભાઇ સાથે પણ ઝપાઝપી કરી હતી.
છરી મારવાની પણ ધમકી આપી
તેમણે આરોપ લગાવ્યો હતો કે આ યુવક નશો કરેલી હાલતમાં હતો અને તેમને છરી મારવાની પણ ધમકી આપી હતી. આ ઘટનાની જાણ થતાં સ્થળ પર પોલીસ પહોંચી હતી. પોલીસ જ્યારે પહોંચી ત્યારે આ યુવક પોતાની ગાડી લઇને ભાગી છુટ્યો હતો. સ્થાનિકોએ ઉતારેલા વીડિયોમાં કારમાં દારુ હોવાનો આરોપ સ્થાનિકો લગાવી રહ્યા છે.
આ પણ વાંચો— SIR ઝુંબેશના ગણતરીના તબક્કાની 99.99 % કામગીરી, 27 જિલ્લાઓએ 100%નું સીમાચિહ્ન હાંસલ કર્યું


