વિશ્વના સૌથી વસ્તી ધરાવતો દેશ એટલે ભારત અને ચીન. જેના કારણે આ દેશોમાં કોઇપણ જાહેર સ્થળે સૌથી વધારે ભીડ થતી હોય છે. પરંતુ શું તમે જાણો છે કે સૌથી વધારે ભીડવાળું સ્ટેશન પણ છે. રસપ્રદ વાત એ છે કે, તે ભારત કે ચીનમાં નહીં પણ એક નાના દેશમાં સ્થિત છે. આ સ્ટેશનમાં 200 દરવાજા અને 36 પ્લેટફોર્મ છે અને દરરોજ 3.8 મિલિયન મુસાફરોને સેવા આપે છે. આ સ્ટેશન ભારતમાં કે ચીનમાં સ્થિત નથી તે જાપાનમાં આવેલું છે.
શિંજુકુ સ્ટેશન
ટોક્યોમાં શિંજુકુ સ્ટેશનને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા વિશ્વના સૌથી વ્યસ્ત રેલ્વે સ્ટેશન તરીકે સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી છે. અંદાજે 1.27 અબજ મુસાફરો ટ્રેન પકડવા માટે આ સ્ટેશન પરથી પસાર થાય છે. શિંજુકુ સ્ટેશન પર 36 પ્લેટફોર્મ છે,ત્યાં દર વર્ષે આશરે 38 લાખ લોકો તેના વિવિધ દરવાજાઓમાંથી પસાર થાય છે.
નાના શહેર જેવું સ્ટેશન
શિંજુકુ સ્ટેશન ફક્ત એક સરળ જંકશન કરતાં વધુ છે. અંદર, તે એક નાના શહેર જેવું છે જ્યાં મુસાફરો ભોજન કરી શકે છે, ખરીદી કરી શકે છે અથવા ટ્રેનો વચ્ચે મુસાફરી કરતી વખતે ફક્ત ભટકતા રહી શકે છે. આ સ્ટેશન પર અનેક શોપિંગ સેન્ટરો, ડિપાર્ટમેન્ટ સ્ટોર્સ, સબવે અને નાના સેટેલાઇટ સ્ટેશનો આવેલા છે, જે તેના મુલાકાતીઓને સંપૂર્ણ અનુભવ પૂરો પાડે છે.
સ્ટેશનની ખાસિયત
આ સ્ટેશનની ખાસિયતની વાત કરીએ તો સ્ટેશનના પૂર્વ દરવાજા પાસે મજાની જગ્યાઓ છે, જ્યાં મુસાફરો થોડું સમય બેસી શકે અથવા સમય પસાર કરી શકે. પરંતુ જો તેઓ પશ્ચિમ દરવાજા તરફ જશે, તો ત્યાં તેમને આધુનિક ઓફિસવાળું વિસ્તાર જોવા મળશે. જો તમને લાગે કે અહીં ફક્ત જોવા માટે જ છે, તો તમે ખોટા છો. થોડું ચાલવાથી તમને લીલાછમ શિંજુકુ ગ્યોએન ગાર્ડન, આ રેલ્વે સ્ટેશનનું ગૌરવ ગણવવામાં આવે છે
આકર્ષણોમાં ટોક્યો મેટ્રોપોલિટન
નજીકના કેટલાક આકર્ષણોમાં ટોક્યો મેટ્રોપોલિટન ગવર્નમેન્ટ બિલ્ડીંગ ઓબ્ઝર્વેટરીનો સમાવેશ થાય છે, જે શિંજુકુ સ્ટેશનના પશ્ચિમ એક્ઝિટથી 10 મિનિટ ચાલવાના અંતરે સ્થિત છે. સ્વચ્છ દિવસોમાં, તમે અહીંથી માઉન્ટ ફુજી પણ જોઈ શકો છો. બીજું એક નોંધપાત્ર આકર્ષણ કાબુકિચો છે, જે વિવિધ રેસ્ટોરાં અને મનોરંજન સુવિધાઓ સાથેનું એક જીવંત પ્રવાસન કેન્દ્ર છે. લોકો આનંદ માણવા માટે ઘણા ઇઝાકાયા, બાર, ક્લબ, કરાઓકે અને મૂવી થિયેટરો છે.


