મહેસાણામાં પોલીસ હેડક્વાર્ટર ખાતે રેન્જ આઈજીના ઇન્સ્પેકશન ટાણે જ આગ લાગવાનો બનવા સામે આવતા દોડધામ મચી હતી. હેડ ક્વાર્ટરમાં પડેલ 7 બાઇક, 1જીપ, 2 રિક્ષા મળી 10 જેટલા વાહનોમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા ઉડવા લાગ્યા હતા. જેથી આગ લાગ્યાની જાણ મહેસાણા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને કરાઈ હતી. આગ લાગ્યાની જાણ મહેસાણા ફાયર બ્રિગેડની ટીમને થતા મીની ફાયર બ્રાયસર સાથે ફાયર ટીમે ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં આગની લપેટમાં આવેલ 10 જેટલા વાહનો પર પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લેવામાં આવી હતી. સમયસર આગ બુઝાઈ જતા બનાવ સ્થળે પડેલ 1 ટ્રકનો બચાવ થયો હતો.
બનાવને લઈ મહેસાણા એ.ડિવિઝન પોલીસે જાણવા જોગ આધારે તપાસ કરતા આગની લપેટમાં આવેલ વાહનો પોલીસ દ્વારા વિવિધ ગુનામાં ડિટેન કરી જગ્યાના અભાવે ત્યાં મુકવામાં આવ્યા હતા.
આ વાહનો વર્ષો જુનો મુદ્દામાલ હોઈ તે વાહનોની ઓળખ અંગે હાલમાં કોઈ સ્પષ્ટતા થઈ શકી ન હતી. જોકે વાહનોમાં આગ લાગવા પાછળનું કોઈ ચોક્કસ કારણ પણ સામે આવ્યું ન હતું. ત્યારે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
https://sandesh.com/maru-saher-maru-gaam
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


