ગોવાના ચર્ચિત બિર્ચ બાય રોમિયો લેન નાઇટક્લબ અગ્નિકાંડમાં પોલીસની કાર્યવાહી સતત ઝડપી બની રહી છે. ગોવા પોલીસે આગ બાગ નાસી છૂટેલા લુથરા બ્રધર્સ પર મોટું એકશન લીધુ છે. જેમાં સરકારે બંનેના પાસપોર્ટ સસ્પેન્ડ કરાયા છે. આ સિવાય સરકાર તેમના પાસપોર્ટ રદ્દ કરવાનો પણ વિચાર કરી રહી છે.
બંનેના પાસપોર્ચ સસ્પેન્ડ કરાયા
મળતી માહિતી પ્રમાણે ગોવાના નાઇટ ક્લબમાં આગ લાગ્યા બાદ અનેક નિદોર્ષ લોકોના જીવ ગયા હતા. આ આગની ઘટના બાદ ક્લબના માલિક સૌરભ લુથરા અને ગૌરવ લુથરા ભાગીને પુકેત જતા રહ્યા હતા. હવે તે બંનેના પાસપોર્ટ સસ્પેન્ડ કર્યા છે. સરકાર તેમના પાસપોર્ટ રદ્દ પણ કરી શકે છે. હવે તે બંને પુકેતથી આગળ ક્યાય જઇ નહીં શકે.
પાસપોર્ટ સસ્પેન્ડ થવાથી હવે શું થશે?
કોઈનો પાસપોર્ટ સસ્પેન્ડ કરવાનો મતલબ એ છે કે તેનો પાસપોર્ટ તાત્કાલિક રીતે અમાન્ય ગણાય છે અને તે વ્યક્તિ વિદેશ પ્રવાસ નથી કરી શકતી.ભલે એની પાસે પાસપોર્ટ હોય. સામાન્ય રીતે આ પગલું ગંભીર તથા ગુનેગારના મામલાઓમાં લેવાય છે. તેને ફરીથી માન્ય કરવા માટે કાનૂની પ્રક્રિયા અથવા નક્કી કરેલી શરતો પૂરી કરવાની જરૂર પડે છે. વિજય માલ્યા અને નીરવ મોદી જેવા કેસોમાં પણ આવું જોવા મળ્યું હતું.
6 કલાકની રિમાન્ડ
દિલ્હીની સાકેત કોર્ટે 10 ડિસેમ્બરના રોજ અજય ગુપ્તાને 36 કલાકની ટ્રાન્સિટ રિમાન્ડ પર ગોવા પોલીસને સોંપ્યા હતા. આ આદેશ બાદ આરોપીને દિલ્હીથી ગોવા લાવવામાં આવ્યો. અજય ગુપ્તા, કલબની માલિકી રચનામાં લુથરા બ્રધર્સના ભાગીદાર બતાવવામાં આવે છે, અને રોકાણથી લઈને ઓપરેશન સુધી તેમની ભૂમિકા પોલીસની તપાસનું મુખ્ય કેન્દ્ર છે.
આ પણ વાંચોઃ લોકસભામાં વિપક્ષ પર આક્રમક બન્યા અમિત શાહ, વાંચો એક ક્લિક પર 10 મહત્વની વાતો


