એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પ આસિમ મુનીરને વ્હાઇટ હાઉસમાં બિરયાની ખવડાવી રહ્યા છે. તો ત્યાં બીજી તરફ, ટ્રમ્પના સાંસદ પોતાના નિવેદનથી વાતાવરણ ગરમ કરી રહ્યા છે
અમેરિકી સાંસદ થયા આક્રમક
જગત જમાદાર તરીકે ઓળખનાર અમેરિકા એસી ડબલ સ્ટેન્ડર્ડ નીતિ સ્વીકારે છે. અને કેટલીક વાર તેઓ પોતોની વાતોથી ફરી જાય છે. આવુ જ કંઇ ફરી જોવા મળ્યુ હતુ અમેરિકી સંસદમાં. જ્યાં સાંસદ બિલ હુઇજેંગાએ કહ્યુ હતુ કે, પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા અને તેના સહયોગી જૂથ, રેઝિસ્ટન્સ ફ્રન્ટ, પહલગામમાં તાજેતરના આતંકવાદી હુમલા માટે જવાબદાર છે. આ નિવેદન એવા સમયે આવ્યું જ્યારે પાકિસ્તાનને IMF દ્વારા અબજો ડોલરની સહાય મળી છે.
વોશિંગ્ટનમાં વધતી ચિંતા પ્રતિબિંબિત
હુઇઝેંગાએ યાદ કર્યું કે બંને સંગઠનોને જુલાઈ 2025માં ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા વિદેશી આતંકવાદી સંગઠનો તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યા હતા. તેમનું નિવેદન લશ્કર-એ-તૈયબાના સહયોગીઓના નેટવર્ક અને સરહદ પાર હિંસા માટે તેમની સંભાવના અંગે વોશિંગ્ટનમાં વધતી ચિંતાને પ્રતિબિંબિત કરે છે. તેમનું નિવેદન સ્પષ્ટપણે સૂચવે છે કે જો અમેરિકા લશ્કર-એ-તૈયબાની પ્રવૃત્તિઓથી વાકેફ છે, તો તેને તેના ભંડોળ વિશે પણ જાણ હોવી જોઈએ.
પહેલગામ હુમલામાં લશ્કરની સંડોવણી
હવે મુદ્દો એ છે કે: જો ટ્રમ્પના પક્ષના નેતાઓ પોતે એપ્રિલમાં કાશ્મીરમાં પહેલગામ હુમલામાં લશ્કરની સંડોવણી જાણે છે અને સ્વીકારે છે, તો પાકિસ્તાન માટે આટલો બધો પ્રેમ કેમ? લશ્કર કેમ્પમાં માર્યા ગયેલા આતંકવાદીઓના અંતિમ સંસ્કાર દુનિયાએ જોયા, અને પાકિસ્તાની સેના પ્રમુખ અને વડા પ્રધાન તેમની શોક વ્યક્ત કરવા આવ્યા. આ પછી, શાહબાઝના મંત્રીએ ખુલ્લેઆમ કહ્યું કે સરકાર લશ્કરના મુખ્યાલયના પુનર્નિર્માણ માટે ભંડોળ પૂરું પાડશે. આ છતાં, ડોનાલ્ડ ટ્રમ્પે માત્ર આસીમ મુનીરની પ્રશંસા જ નહીં પરંતુ તેમને બિરયાની પણ પીરસી. તેઓ સતત પાકિસ્તાનને ટેકો આપે છે, જ્યારે ચીન-પાકિસ્તાન મિત્રતા કોઈ રહસ્ય નથી.
આ પણ વાંચોઃ ચૂંટણી તારીખોની જાહેરાત પહેલા Bangladeshની વચગાળાની સરકારના બે સલાહકારોએ આપ્યુ રાજીનામું, જાણો શું છે મામલો?


