વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને મળેલી ફરિયાદના આધારે, શહેરમાં મોટા પાયે સાયબર છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. તપાસમાં ખુલાસો થયો છે કે, બેંક ઓફ મહારાષ્ટ્રના એક એકાઉન્ટમાંથી રૂ. 2,30,96,890ના અનઓથોરાઇઝ્ડ ટ્રાન્ઝેક્શન્સ થયા હતા.
પોલીસે આ મામલે હેમંત વિનુભાઇ જાદવની ધરપકડ કરી
પોલીસે આ મામલે હેમંત વિનુભાઇ જાદવની ધરપકડ કરી છે, જેણે પોતાના એકાઉન્ટને કમિશન માટે મુખ્ય આરોપી સાગર શાહ ને આપ્યું હતું. હાલ, સાગર શાહની શોધખોળ ચાલુ છે.
મ્યુલ એકાઉન્ટ્સ અને પોર્ટલ આધારિત તપાસ
ફરિયાદ મુજબ વર્તમાન સમયમાં સાયબર ક્રાઇમના કેસોમાં વધારો થયો છે. ગુનેગારો મ્યુલ એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને ઓનલાઇન છેતરપિંડી કરે છે. આ એકાઉન્ટ્સમાં કમિશન મેળવીને નાણાં જમા કરાવી, ગેરકાયદેસર વ્યવહારો કરવામાં આવે છે.
પોર્ટલ દ્વારા શહેરની વિવિધ બેંકોમાં ખોલાયેલા મ્યુલ એકાઉન્ટ્સની માહિતી પ્રાપ્ત થઈ
ભારત સરકારના NCCRP (નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ) અને SAMANVAYA પોર્ટલ દ્વારા શહેરની વિવિધ બેંકોમાં ખોલાયેલા મ્યુલ એકાઉન્ટ્સની માહિતી પ્રાપ્ત થઈ છે.
એક મહિનામાં નોંધાયેલા ટ્રાન્ઝેક્શન્સ
તપાસ દરમિયાન, 23 ડિસેમ્બર 2024થી 16 જાન્યુઆરી 2025 સુધી, બેંક ઓફ મહારાષ્ટ્રના એકાઉન્ટમાં 2.31 કરોડ રૂપિયાના અનધિકૃત ટ્રાન્ઝેક્શન્સ નોંધાયા હતા. NCCRP પોર્ટલ પર આ એકાઉન્ટ સાથે જોડાયેલી 23 ફરિયાદો નોંધાઇ છે.
આગળની કાર્યવાહી
પ્રાથમિક તપાસમાં, હેમંત વિનુભાઇ જાદવનો સંપર્ક મળ્યો, જેને પોલીસે ઝડપી લીધો છે. સાગર શાહની શોધખોળ ચાલી રહી છે અને અધિકારીઓનું માનવું છે કે, આવી પ્રવૃત્તિઓ શહેરમાં વ્યાપક પાયે ચાલી રહી છે. વધુ તપાસ હાથ ધરવામાં આવશે અને સંબંધિત ગુનેગારો સામે કાયદેસર કાર્યવાહી થશે.
આ પણ વાંચો—- Gujarat Flashback 2025 : આ વર્ષે ડ્રગ માફિયાઓ સામે ગુજરાત પોલીસની અસરકારક કામગિરી, કરોડો રુપિયાનું ડ્રગ્સ જપ્ત કરાયું


