બાંગ્લાદેશની વચગાળાની સરકારના બે સલાહકાર મહફુઝ આલમ અને આસિફ ભુઇયાએ રાજીનામું આપી હોબાળો સર્જો છે.
રાજીનામું કેમ આપ્યુ ?
ચૂંટણી પંચે જણાવ્યુ હતુ કે, સલાહકારના પદ પર રહેતા તેઓ ચૂંટણી લડી શકશે નહી. બન્ને SAD સંગઠનના નેતા છે. જેઓએ 2024માં આંદોલન કરીને શેખ હસીનાની સરકારને સત્તા પરથી હટાવી હતી. બાંગ્લાદેશમાં આગામી ફેબ્રુઆરી-2026ના રોજ ચૂંટણી હાથ ધરાશે. બાંગ્લાદેશનું ચૂંટણી પંચ ગુરુવારના રોજ ચૂંટણી તારીખોની જાહેરાત કરી શકે છે. પરંતુ આ જાહેરાત પહેલા જ વચગાળાની સરકારના બે સલાહકારે પોતાના પદ પરથી રાજીનામું આપીને ચર્ચાનું વાતાવરણ ગરમ કર્યુ છે. આ બન્ને વિદ્યાર્થી નેતા હતા.
આ હતુ કારણ ?
બન્ને સલાહકારોએ એ માટે રાજીનામા આપ્યા છે કારણ કે તેના માટે ચૂંટણી પંચનો નવો નિયમ જવાબદાર છે. ચૂંટણી પંચે જણાવ્યુ છે કે, બાંગ્લાદેશમાં ચૂંટણી લડવા માટે કોઇપણ ઉમેદવાર સલાહકાર તરીકે કાર્યરત રહેશે નહી. જો તે પોતાના પદ પર રહેશે તો તે ઉમેદવારી કરી શકશે નહીં. મહફુઝ આલમ સૂચના અને પ્રસારણ મંત્રાલયનું કામ સંભાળે છે. અને આસિફ મહમૂદ શોબિઝ ભુઇયા સ્થાનિક સરકાર મંત્રાલયના પ્રભારી છે. બન્નેને સ્ટૂડેન્ટ એગેન્સટ ડિસ્ક્રિમિનેશન એટલે કે SAD નામના વિદ્યાર્થી સંગઠનના પ્રતિનિધિના રૂપમાં વચગાળા સરકારમાં સામેલ કરવામાં આવ્યા હતા. SAD એ જ સંગઠને છે જેણે 2024માં શેખ હસીનાની સરકારને પદ પરથી દૂર કરી હતી. અને આંદોલનના કારણે તેઓ દેશ છોડી ફરાર થયા હતા.
SADના સલાહકારોનો ઇતિહાસ
વચગાળાની સરકારમાં SADના ત્રણ નેતાઓને સલાહકાર બનાવવામાં આવ્યા હતા. તેમાંથી એક નાહિદ ઇસ્લામ પહેલા જ ફેબ્રુઆરી 2024માં રાજીનામું આપી ચુક્યા છે. રાજીનામું આપ્યુ બાદ તેઓએ નેશનલ સિટીઝન પાર્ટી એટલે કે NCP નામની નવી રાજનૈતિક પાર્ટી બનાવી હતી. જેને SADનું પોલીટીકલ વિંગ ગણવામાં આવે છે. હવે બાકીના બે SAD નેતા મહફુઝ આલમ અને આસિફ મહમૂદ શોબિઝ ભુઇયાએ પણ પોતાનું પદ છોડી દીધુ છે.
આ પણ વાંચોઃ Muhammad Yunusએ Sheikh Hasinaને ભારતથી પાછા લાવવાની લીધી પ્રતિજ્ઞા, બાંગ્લાદેશ દરેક રાજદ્વારી અપનાવશે માર્ગ


