પૂર્વ કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે આજે લોકસભામાં ઇ સિગારેટનો મુદ્દો ઉઠાવ્યો હતો. અનુરાગ ઠાકુરે તૃણમૂલ કોંગ્રેસ સાંસદ પર ગંભીર આરોપ લગાવ્યા.સ્પીકર ઓમ બિરલાને આ મામલે ગંભીરતાથી લેવા અને તપાસ કરાવવાની માગ કરી છે. આ બાબતે સ્પીકરે પણ તેમને આશ્વસ્ત કર્યા છે અને કહ્યુ કે કોઇ પણ પ્રકારના નિયમોનુ ઉલ્લંઘન સાંખી લેવામાં નહી આવે. નિયમ અનુસાર તપાસ હાથ ધરવામાં આવશે.
શું ટીએમસી સાંસદે ઇ સિગારેટ પીધી?
હિમાચલ પ્રદેશના લોકસભા સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પ્રશ્નકાળ દરમિયાન કહ્યું, ‘દેશભરમાં ઈ-સિગારેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે,પરંતુ સંસદમાં તૃણમૂલ કોંગ્રેસ સાંસદ ઇ સિગારેટ પી રહ્યા છે. તેમની વાતને ગંભીરતાથી લેતા સ્પીકર ઓમ બિરલાએ કહ્યુ કે આ પ્રકારની ઘટનાની તપાસ થવી જ જોઇએ. તેમણે ખાતરી આપી કે સંસદની ગરિમા સાથે કોઈપણ પ્રકારની છેડછાડ સહન કરવામાં આવશે નહીં.
અનુરાગ ઠાકુરના મુદ્દા પર ઓમ બિરલાનો જવાબ
ઠાકુરે મુદ્દો ઉઠાવતા કહ્યુ કે ઇ સિગારેટ પર બેન છે તેમ છતા શું સદનમાં તેની અનુમતિ આપવામાં આવી છે? ટીએમસી સાંસદો ઘણા દિવસોથી સતત બેસીને પી રહ્યા છે તેની તપાસ થવી જોઇએ. ભાજપના સાંસદના ગંભીર આરોપના જવાબમાં સ્પીકર ઓમ બિરલાએ કહ્યું, હું ફરી એકવાર બધા માનનીય સભ્યોને વિનંતી કરું છું. આપણે સંસદીય પરંપરાઓ અને નિયમોનું પાલન કરવું જોઈએ.જો કોઈ માનનીય સભ્ય આવી બાબત ઉઠાવશે તો ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ કોઈપણ 15 મિનિટના ફ્લાઇટ વિલંબની હવે તાત્કાલિક તપાસ, સરકારના નવા નિયમોથી શું બદલાશે? જાણો


