હળવદ વિસ્તારમાં સબસિડીયુક્ત યુરીયા ખાતરની હેરાફેરી કરતા બે આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. હળવદના કોયબા ગામના પાટીયા પાસે પોલીસે રાત્રી દરમિયાન ચેકિંગ દરમિયાન યુરીયાના 400 બેગોથી ભરેલી આઈશર ગાડી અને પાઈલોટીંગ કરતી કારને રોકી પકડી પાડી હતી.
નાગજી ગમારા અને કરશન દોરાળા નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા
આ કાર્યવાહી દરમિયાન પોલીસે નાગજી ગમારા અને કરશન દોરાળા નામના બે આરોપીઓને ઝડપી પાડી તેમની સામે ગુનો દાખલ કર્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે તેઓ સબસિડીયુક્ત યુરીયા ખાતર ગેરકાયદેસર રીતે પરિવહન કરી અન્યત્ર વેચાણ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
કુલ 15 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે
પોલીસે આઈશર ગાડી, પાઈલોટીંગ માટે ઉપયોગમાં લેવાતી કાર અને 400 બેગ યુરીયા મળી કુલ 15 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને આ ગેરકાયદેસર હેરાફેરીમાં બીજાં લોકોની સંડોવણી છે કે નહીં તે અંગે પણ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો— Gujarat Flashback 2025 : આ વર્ષે રાજ્યના અલગ અલગ શહેરોના 338 અસામાજિક તત્વો સામે GUJCTOC નો ગુનો નોંધાયો


