દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટે દુષ્કર્મ કેસમાં આરોપી ને 20 વર્ષ ની સજા આપતો ચુકાદો ખુલ્લી કોર્ટ માં સંભળાવતા કોર્ટ રૂમમાં સન્નાટો છવાઈ ગયો હતો. ભાભર તાલુકા મથક ખાતે ગત તારીખ 19 ઓગસ્ટ ના રોજ એક સગીરાને લલચાવી ફેસલાવી હાઇવે ઉપર આવેલ ફોર્ચ્યુન ગેસ્ટ હાઉસમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું આ અંગે ભોગ બનનાર સગીરાની માતા ને હકીકત જણાવતા આ અંગે સગીરાએ ભાભર પોલીસ મથકે જાણ કરતા પોલીસે સૂરજસિંહ વજુભા રાઠોડ રહે ભાભરવાળા ની સામે દુષ્કર્મ પોસ્કો અંતર્ગત ગુનો નોંધી કેસ ચાર્જશીટ કરવામાં આવ્યો હતો જે અંગેનો કેસ દિયોદર એડિશનલ સેશન જજ આર.ડી પાંડે ની કોર્ટમાં શુક્રવારે ચાલી જતા તમામ પુરાવા આરોપી વિરુદ્ધ પડતા અને સરકારી વકીલ ડીવી ઠાકોરની ધારદારદલીલો કોર્ટ દ્વારા ગ્રાહ્ય રાખી આ ગુનામાં આરોપીને કસૂરવાર ઠેરવી 20 વર્ષની સજા અને 10,000 નો દંડ ફ્ટકારવામાં આવ્યો હતો ત્યારે આ સજા થી દિયોદર કોર્ટ સંકુલમાં સોપોપડી ગયો હતો.


