ભારતમાં ઘણા પ્રખ્યાત મંદિરો અને ધાર્મિક સ્થળોનો ઇતિહાસ રહસ્યો અને ચમત્કારોથી ભરેલો છે. ઓડિશાના પુરીમાં સ્થિત જગન્નાથ મંદિર આવું જ એક મંદિર છે. હિન્દુઓની શ્રદ્ધાના મુખ્ય કેન્દ્રોમાંનું એક છે. આ મંદિર માત્ર ભક્તિનું પ્રતીક નથી, પણ વિજ્ઞાન અને તર્કને પણ પડકાર આપે છે. જગન્નાથ મંદિર મંદિર પર અનેક વખત હુમલો કરવામાં આવ્યો અને લૂંટ ચલાવવામાં આવી, પરંતુ દરેક વખતે દેવતાની મૂર્તિઓ બચી ગઈ. જગન્નાથ મંદિર સાથે કેટલાક રહસ્ય જોડાયેલ છે. આ મંદિર આજે એક ઘટનાને લઈને ચર્ચામાં આવ્યું છે. પ્રખ્યાત જગન્નાથ મંદિરમાં આજે એક ઘટના બની છે જેણે સોશિયલ મીડિયામાં ચર્ચા જગાવી છે.


