દુધિયા દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધિયા ગામમાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત દુધિયા આયુષ્માન આરોગ્ય મંદિર-1 ખાતે 08 ટીબી દર્દીઓને નિક્ષય પોષણ કીટનું વિતરણ કરાયું હતું. કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દાહોદ, જિલ્લા ક્ષય અધિકારી તેમજ તાલુકા આરોગ્ય અધિકારી માર્ગદર્શન હેઠળ દુધિયા ગ્રામ પંચાયતના સરપંચ સવિતાબેન મનુ ભુરીયા દ્વારા કીટોનું વિતરણ કરાયું હતું.
ભારત સરકારના ટીબી મુક્ત ભારત અભિયાનનો મુખ્ય હેતુ દેશમાં ટયુબર્ક્યુલોસિસ (ટીબી) રોગનું સંપૂર્ણ ઉન્મૂલન કરવાનું છે. કાર્યક્રમ દરમિયાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, દુધિયાના મેડિકલ ઓફ્સિર ડૉ. નમન ભેદી, ઇમ્પેક્ટ ઇન્ડિયા ફાઉન્ડેશનના મેઘના બહેન, STS, STLS, CHO, MPHW, FHW અને આશાવર્કર હાજર રહ્યા હતા.


