સાવલી તાલુકાના ભાદરવા ગામે ચહેર માતાની ગૌશાળામાં પશુ આરોગ્ય મેળાનું આયોજન કરાયું હતું. ગામની ગૌ-શાળામાં 250થી વધુ ગાયોનું ડીવોર્મિંગ અને ટેગિંગ કરવામાં આવ્યું હતું
ગુજરાત રાજ્ય પશુપાલન શાખા દ્વારા પશુ આરોગ્ય મેળાનું આયોજન કરાયું હતું. વડોદરા જિલ્લા પંચાયત પશુપાલન શાખા હેઠળના સાવલી તાલુકાના પશુ દવાખાના દ્વારા ભાદરવા ગામમાં આવેલ ચહેર માતા ખાતે આવેલા સતનો દરબાર ખાતેની ગૌ-શાળામાં પશુ સારવારનું આયોજન કરાયું હતું. જેમાં કુલ આશરે 250 ગાયોનું ડીવોર્મિંગ (કૃમિનાશક સારવાર) કરાઇ હતી. ગાયોને ટેગિંગ કરીને ઓળખ આપવામાં આવી અને જરૂરી સારવાર પૂરી પાડી હતી. સેવા આપનાર ટીમ અધિકારી અને કર્મચારીઓએ આગેવાની લઈને કાર્યક્રમ સફ્ળ બનાવ્યો હતો. ડૉ. મલ્હાર ખાંટ, પશુ ચિકિત્સા અધિકારી, પૂનમબેન વાઘેલા પશુધન નિરીક્ષક શરદ પટેલ, એમ. એ. શેખ અતુલ ચારણ મંથન પટેલ સહિતના અગ્રણી આ પ્રકારના મેળા નું આયોજન કરે છે.


