સાગબારા તાલુકાના ચિમ્બાપાણી ગામે દીપડાએ ત્રાટક્યો હતો અને યુવકને ઈજા કરી હતી. જે અંગે સાગબારા પોલીસ મથકે જાણવાજોગ ગુનો દાખલ કરાયો હતો.
યોગેશ રૂપસીંગ વસાવા (ઉ.25 રહે. ચિમ્બાપાણી, મંદિર ફ્ળીયું તા.સાગબારા) તથા મેહુલભાઇ ચીમ્બાપાણી ગામની સીમમાં આવેલા પોતાના ખેતર નજીક આવેલા ડુંગરે પેશાબ પાણી કરવા માટે ગયેલા હતા. તે વખતે એક જંગલી પ્રાણી દીપડો દોડી આવતા ભોગબનનાર ઉપર હુમલો કરી યુવકને ગળાના પાછળના ભાગે ઇજા કરી હતી. તેમજ પીઠના ભાગે તેમજ ખભાના ભાગે ઇજા કરેલી હતી. તથા છાતીના ભાગે નખથી ઇજા કરેલી હતી. ડાબા તેમજ જમણા હાથે નખથી ઇજા કરેલી હતી. તેમજ જમણા પગમાં ધુંઠણથી નીચે દાંતથી ઇજા કરેલી છે. જે અંગે સાગબારા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ગુનો દાખલ કરાયો હતો. જે અંગે સાગબારા રેન્જના આરએફઓ વીપીન બારિયાએ બાબતે જણાવ્યું હતું કે, ચિમ્બાપાણી ગામે દીપડાએ એક યુવકને ઘાયલ કર્યો છે. ત્યાં દીપડાને પકડવા બે પાંજરા મુકાયા છે.


