એક તરફ અમેરિકા ભારત સાથે સંબંધો સારાં હોવાની વાતોની ગુલબાંગો ફૂંકતા આવ્યા છે. પરંતુ બીજી તરફ તેનાથી કઇક ઉલટુ જ જોવા મળ્યુ છે. ભારતને સારાં મિત્ર, પીએમ મોદીને સારા નેતા ગણાવ્યા બાદ અમેરિકાએ ફરી એક વખત ભારત સાથે દગો કર્યો છે. યુએસએ ક્રિટિક્લસ મિનરલ્સ સ્પલાઇ ચેન પહેલમાં ઇન્ડિયાને સાઇડ લાઇટ કરી છે.
ક્રિટિકલ મિનરલ્સ સપ્લાઇ ચેન પહેલ ભારતને સ્થાન નહીં
અમેરિકાએ ભારત સાથેના સંબંધો ખરાબ કરવાને લઇને વધુ એક નિર્ણય લીધો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ક્રિટિકલ મિનરલ્સ સપ્લાઇ ચેન પહેલની જાહેરાત કરી છે.જેમાં QUAD સહયોગી જાપાન અને ઓસ્ટ્રોલિયાને સામેલ કર્યા છે પરંતુ ભારતને ઇગ્નોર કરીને તેને સાઇડ લાઇટ કરી છે. બંને દેશોએ તાજેતરમાં યુએસ-ઇન્ડિયા ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેકનોલોજી ઇનિશિયેટિવ હેઠળ મહત્વપૂર્ણ ખનિજો પર દ્વિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કર્યા હોવા છતાં, ટ્રમ્પે હજુ પણ ભારતને પ્રાથમિકતા આપી નથી.
ડોનાલ્ડ ટ્રમ્પની બેવડી નીતિ
ટ્રમ્પના નિર્ણયથી ક્વાડ સભ્ય દેશો, જેમાં દક્ષિણ કોરિયા, સિંગાપોર, નેધરલેન્ડ, યુનાઇટેડ કિંગડમ, ઇઝરાયલ અને યુએઈનો પણ સમાવેશ થાય છે, વચ્ચે અસંતુલન સર્જાય તેવું લાગે છે.એવું માનવામાં આવે છે કે ટ્રમ્પના આ નિર્ણયથી ભારત-અમેરિકા રાજદ્વારી સંબંધો નબળા પડી રહ્યા છે. ભારત અને રશિયાના સંબંધોને લઇને અમેરિકાના પેટમાં પણ તેલ રેડાયું છે. તો બીજી તરફ હજુ એક દિવસ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત, રશિયા, જાપાન સહિત અન્ય દેશ સાથે’C-5 સુપરક્લબ’બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી. પરંતુ જે પ્રમાણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પની બેવડી નીતિ સામે આવી રહી છે. તે પ્રમાણે લાગી રહ્યુ છે કે ભારત સાથેના સંબંધો વધુ વણસી શકે તેમ છે.
આ પણ વાંચોઃ અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં ફાયરિંગ, 2ના મોત 8 લોકો ઘાયલ


