મહેસાણા નાગરિક બેંકની ચૂંટણીમાં આજે મતદાન હાથ ધરાયું હતું. પરિવર્તન અને વિશ્વાસ પેનલ વચ્ચે ચૂંટણીનો જંગ જામ્યો છે. ત્યારે આ ચૂંટણીમાં અત્યાર સુધીમાં કૂલ 46 ટકા મતદાન થયું છે. 12 બેઠકો પરનું મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરી હાથ ધરાઈ હતી.બેંકની આ ચૂંટણીમાં કૂલ 24 ઉમેદવારો મેદાનમાં છે. અમદાવાદ અને મહેસાણામાં આજે મતદાન યોજાયું હતું. આ ચૂંટણીમાં 50 ટકા ઉમેદવારોએ મતદાન કર્યું હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી. આ ચૂંટણીમાં 48 વર્ષ બાદ સત્તા પરિવર્તન થયું છે.
મહેસાણા નાગરિક બેંકની ચૂંટણીમાં પરિવર્તન પેનલનો થયો વિજય
મહેસાણાની નાગરિક બેંકમાં બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીનું આજે મતદાન યોજાયું હતું. આ ચૂંટણીમાં વિશ્વાસ અને પરિવર્તન પેનલ મેદાનમાં ઉતરી છે. આજે સવારે આઠ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી મહેસાણા અને અમદાવાદમાં મતદાન યોજાયું હતું. આ ચૂંટણીમાં 48 વર્ષ બાદ સત્તા પરિવર્તન થયું છે. આ ચૂંટણીમાં પરિવર્તન પેનલનો વિજય થયો છે. પરિવર્તન પેનલ દ્વારા કહેવાયું હતું કે, હવે બેંકના વિકાસ માટે કામ કરીશું.


