નિતિન નબિનના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનવાની ખુશીમાં પટણામાં તેમના સમર્થકો દ્વારા જોરદાર ઉજવણી કરવામાં આવી હતી. સમર્થકોએ ફટાકડા ફોડીને અને સૂત્રોચ્ચાર કરીને આનંદ વ્યક્ત કર્યો હતો. કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ નિતિન નબિને જણાવ્યું કે તેમનો મુખ્ય એજન્ડા પાયાના સ્તરે સંગઠનને વધુ મજબૂત બનાવવાનો અને યુવાનોને પક્ષમાં જોડવાનો રહેશે.


