ડીસા તાલુકાના ભીલડીમાં માગશર વદ દસમ ના રોજ ભીલડીયાજી જૈન દેરાસર ખાતે પાર્શ્વનાથ ભગવાન જન્મ કલ્યાણ નિમિત્તે ભવ્ય લોક મેળો ભરાયો હતો. જૈન ધર્મના 23મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાનની જન્મ કલ્યાણક દિવસની ઉજવણી ના પાવન અવસર પર ભીલડી તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રાદ્ધાળુ ભક્તોએ હાજરી આપી ધર્મલાભ લીધો હતો અને પૂજા-અર્ચના સાથે ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી આ ઉપરાંત લોકમેળામાં વિવિધ રમતો, બાળમનોરંજનની પ્રવૃત્તિઓ તેમજ સ્વાદિષ્ટ વાનગીઓના સ્ટોલો મૂકવામાં આવતા મેળાનું વાતાવરણઆનંદમય બની રહ્યું હતું. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સમગ્ર ભીલડી પંથકમાં આ લોકમેળાને લઈ ઉત્સાહ અને ભક્તિભાવનો માહોલ જોવા મળ્યો હતો.


